પીએમ મોદીના રાજકોટ આગમન સંદર્ભે શહેરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન છે. જેમાં આજે એક સાથે 1500 મૂકબધિરો દ્વારા સાઈન લેંગ્વેજમાં રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ પણ છે. ઓફિશિયલ એટેમ્પ્ટમાં સફળતા મળતાં રાજકોટનું નામ વધુ એક વખત ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. આ કાર્યક્રમ કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો છે.જેમાં ભાગ લેવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મૂકબધિરો આવ્યાં હતાં..આ અગાઉ ચીનમાં આ પ્રકારનો રૅકોર્ડ થયેલો છે,જેમાં 937 મૂકબધિરો જોડાયાં હતાં.