અહેવાલ
બોરુ પ્રાથમિક શાળા
તા. કાલોલ
જી.પંચમહાલ
તા.3/2/2018ના રોજ અમારી “બોરું પ્રાથમિક શાળા”માથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રવાસનું આયોજન શાળાના પ્રવાસમંત્રી-શિક્ષિકાબેન શ્રીમતી પુષ્પાબેન સોલંકી, શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકોએ ભેગા મળીને કર્યું હતું.પ્રવાસના સ્થળોની પસંદગી વિધ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવી હતી મહુડી,મીની અમરનાથ,અડાલજનીવાવ,કાંકરીયા અને ગાંધી આશ્રમ જેવા સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા. અમે તા.3/2/2018ના રોજ સૌ બાળકો અને શિક્ષકો સવારના 5:30 કલાકે શાળાએ આવી પહોચ્યા હતા. ત્યારબાદ તૈયારી સાથે શાળાએથી પ્રસ્થાન કર્યું હતું. 11:00 કલાકે અમે સૌ મહુડી પહોચ્યા હતા. જ્યાં અમે જૈન ધર્મના ઘંટાકર્ણ્વીર દેવના દર્શન કર્યા હતા. દર્શન બાદ અમે સૌએ પાસે આવેલી ભોજનશાળામાં સાથે મળીને ભોજન લીધું હતું અને સાથે સાથે ત્યાની પ્રસિદ્ધ સુખડી પણ ખાધી હતી. ત્યાં થોડો સમય અમે મંદીર પરીસરની મુલાકાત કરી માહીતી મેળવી હતી.ત્યારબાદ અમે સૌ મીની અમરનાથ જવા નીકળ્યા હતા. ત્યાં અમે 1:00 કલાકે પહોચ્યા હતા. અમરનાથની પ્રતિકૃતિ તરીકે વિકસવાયેલ મંદીરમાં દર્શન કર્યા બાદ અમે વિવિધ રાઈડની મઝા માણી હતી અને પ્રાકૃતિક વાતાવરણનો આનંદ લીધો હતો.મીની ટ્રેન,જાયંટ વ્હીલ ઝુલા વગેરે જેવી રાઈડમાં બેસીને બાળકોએ ખૂબ મઝા કરી હતી.ત્યારબાદ બપોરે 3:00 કલાકે અમે અડાલજની વાવ પહોચ્યા હતા. વાવણી કોતરણી અને બાંધણી જોઈ અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાવ કુલ પાંચ માળની હતી અને તેની કોતરણી આબેહૂબ હતી.ત્યાથી અમે 4:00 કલાકે ગાંધી આશ્રમ પહોચ્યા હતા સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમમાં તેમની સ્મૃતિઓ અને ત્યાના વાતાવરણનો અમે લ્હાવો લીધો હતો રાષ્ટ્રપિતાને વંદન કરી અમે સમગ્ર આશ્રમની મુલાકાત લીધી હતી ત્યારબાદ 5:કલાકે અમે સૌ કાંકરીયા પહોચ્યા હતા. ત્યાં અમે નગીનાવાડી,તેમજ મીની ટ્રેન,બોટીંગ,બલૂનરાઈડ મો લાભ લીધો હતો લેસર શો અને રોશની જોઈ અમે મંત્રમુગ્ધ થઈ ગયા હતા . તે ઉપરાંત આઇસક્રીમની મઝા માણી હતી. અમે કાંકરીયા જૂ માં વિવિધ પ્રાણીઓ જોઈ તેમના અંગે પરિચય મેળવ્યો હતો અને જરૂરી નોંધ પણ કરી હતી. ત્યારબાદ અમે સૌ આખા દિવસની મુસાફરી કરીને થાક્યા હતા અને હળવાશની પળોમાં અમે બધાએ ભેગા મળીને પાવભાજી ખાધી હતી. અને ખરીદી પણ કરી હતી. દિવસ દરમ્યાનનો થાક અમને આનંદ આપનારો બની રહ્યો હતો. 9:00 કલાકે અમે સૌ અમારી બસમાં બેસી પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા દિવસ દરમ્યાનની સ્મૃતિઓને વાગોળતાં અમે સૌ 11:45 કલાકે પાછા ઘરે પહોચી ગયા હતા સમગ્ર પ્રવાસ ખુબા જ યાદગાર રહ્યો હતો અને તે દ્વારા અમે ઘણું નવું જાણ્યું અને શીખ્યા આ પ્રવાસ અમારા માટે યાદગાર બની રહયો હતો.
સંકલન :
ગૌરાંગ કે જોશી
(આચાર્ય)
શ્રી સતિશ પી ચૌહાણ
(વ્યવસ્થા )
સોલંકી પુષ્પાબેન એસ
(પ્રવાસ મંત્રી )
પઠાણ આફરોજાબાનું એસ.


