
રક્ષા બંધન નો સાચો અર્થ શું છે?
ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની
ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન = ન ભૂલતો વીરા તારી બહેનને
એક સંદેશ બહેન માટે
જો આ સંદેશ બધા ભારતીય સુધી પહોંચશે તો સાચા અર્થ માં રક્ષા બંધન ઉજવાઈ કહેવાય
રક્ષા બંધન, સ્વાપર્ણ, શૌર્ય, સૌજન્ય સાહસ, અને ભાઇ-બહેનના નિર્મળ પ્રેમનું નિસ્વાર્થ સ્નેહનું પ્રતિક છે. એમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા, અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવનકારી છે.
રક્ષાબંધનને બળેવ પણ કહે છે, બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેના પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ દિને, ભારતના ભડવીર સાહસિક સાગર ખેડૂ બનીને વહાણવટે ઉપડતાં અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતાં ખેલતાં, નાળીયેર પધરાવી, સાગરનું પૂજન કરી, આખી દુનિયા ખુંદી વળતાં, આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ વેપારીઓ પણ સામેલ થતાં તે વખતે ઐકય સાથે ઉમંગની છોળો ઉડતી. અને સાચા ભ્રાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો આવું છે આ વ્રત પર્વ નાળીયેરી પૂનમ...!
વૈદીક વેદ પુરાણને અનુસરનારા ગામ, શહેર સમસ્તનો બ્રહ્મસમાજ સમુહમાં હળી મળી પોતાની ઉપવિત - જનોઇ વેદના મંત્રોચાર અને ગાયત્રી ઉપાસના સાથે સાગર કે સરિતાના તીટે, દેવ મંદિરના સાનિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે, અને બાર માસ જૂની જનોઇ બદલાવી નવા આચાર વિચાર સાથે નવી ઉપવિત ધારણ કરે છે.નવી જનોઇ ધારણ કર્યા પછી વર્ણનામ બ્રાહ્મણો ગુરૃ તરીકે ચાર વર્ણને રઢીયાળુ રક્ષાબંધન બાંધી આશિર્વાદ આપી, ક્ષેમ કુશળ ઇચ્છે છે. અને આ આશિર્વાદના બદલામાં ધનવાનો, યથા શકિત દક્ષિણા આપે છે. આ દાન પાછળનો હેતુ અને ભાવના જોઇએ તો વિદ્યા અને વિપ્રના માન સન્માન અને રક્ષાની કદર, રક્ષક અને રક્ષકોનો મીઠો ઉજળો સંબંધ.જનોઇ માત્ર સુતના ત્રાગડાનું તુત કે ભુત નથી સોળ સંસ્કારમાનો એક ઉત્તમ સંસ્કાર છે. જનોઇ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્યતે કહેવાય છે.

આજે અંતરના આશિષ સાથે, બહેન ઉમળકાભેર પોતાના ભાઇને કપાળે કુમકુમ તિલક કરી, ચોખા ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે. અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતાં યથા શકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે, રક્ષા બંધનના આદર્શ પવિત્ર પાઠો નવા યુગના ભાઇ -બહેનો એ શીખવા જેવા છે.

માતા કુંતીએ વીર અભિમન્યુને વ્રત કરીને રક્ષાબંધન બાંધ્યું. પછી કૌરવો સામે સાત કોઠા યુધ્ધ લડવા મોકલ્યો.
કુંતા અભિમન્યુને બાંધે રાખડી...! અમર રાખડી...! અને એ રાખડીએ રંગ રાખ્યો...!
મેવાડની મહારાણી અને વીર રાણી કર્ણાવતીએ મોગલ સમ્રાટ હુમાયુ ને ભાવ ભીનું રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો. અને જીભના માનેલાં આ ભાઇએ પોતાની બહેનની રક્ષા, જાનના જોખમે કરી બતાવી...!
બલિપૂજન આજે કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવેલાં આજે પણ બલિપૂજા કરવાથી શોક નાશ પામે છે. પાપ મુકત થાય છે. કારતુક સુદ-૧ ના દિને થતું બલિ પૂજન વ્રત આજે યાદ આવે છે.
રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ - બહેનના હેત વધે છે. આયુષ્ય વધે છે. અને ધનધાન્ય સંપતિની વૃધ્ધી થાય છે.ગૌરાંગ જોશી મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા અને સ્ટાફ ગણ સાથે મળીને વૃક્ષની પૂજા કરી રક્ષા બાંધી તેને બચાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.ઝાડ અને છોડવાનું રક્ષણ બની રહે તે માટે તેને રાખડી બાંધી પર્યાવરણ બચાવોની દિશામાં ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યુ હતું.