નમ્રતા અપાવે સહુને અગ્રતા

આ દુનિયાની અંદર જે માણસ ગુણોથી સભર હોય છે, તે નમ્ર હોય છે. તેથી જ કહેવાયું છે કે, પૂર્ણ પાણીથી ભરેલો ઘડો કદી છલકાતો નથી, જે અધૂરો  ઘડો હોય છે તે જ છલકાતો હોય છે. તેમ જે માણસમાં સદ્ગુણો હોય છે તે હંમેશા વિવેક શીલ હોય છે, પોતાની સત્તા કે મોટાઈ દેખાડવા પ્રયત્ન કરતો જ નથી. પરંતુ જેનામાં ઓછી પાત્રતા હોય છે તે જ બીજાને દેખાડવાનો પ્રયત્ન કરતો હોય છે. લોકમાં કહેવાય છે કે, શેઠ કરતાં ચાકર વધારે પાવર કરે. જે માણસો નમ્રતા રાખે છે તે જ માણસ શિખરે પહોંચી શકે છે. તે જ માણસ સૌને પ્રિય બની શકે છે અને સૌનું શ્રેય કરી શકે છે. તેથી જ કહેવાય છે કે, નમે તે સહુ ને ગમે. નમ્રતા માનવીને નમાવે છે. હવામાં ઊંચે ચડવા કરતાં ધરતી પર નીચે ઝૂકવામાં વધુ શાણપણ છે. અહંકાર મારે છે અને નમ્રતા તારે છે. જે મારું મારું કરે છે તે વહેલો મરે છે.
અંગ્રેજી કવિ શેકસપિયર કિંગ લિયરમાં કહે છે કે, જેટલું બતાવો છો તેનાથી વધારે તમારી પાસે હોવું જોઈએ. જેટલું જાણો છો તેનાથી ઓછું તમારે બોલવું જોઈએ. એ આપણી નમ્રતાનાં લક્ષણો છે.
ઇશુ ખ્રિસ્તે કહ્યું છે કે, જે નાનો થશે એને હું મોટો કરીશ. નાના થવામાં નમ્રતા છુપાયેલી છે, જ્યારે મોટા થવામાં અહંકાર છે, જે કોઈ કામનાં નથી.
કબીરજી કહે છે કે,
              બડા ભયા તો ક્યા ભયા,
જૈસે પેડ ખજૂર;
                   પંછી કો છાયા નહીં,
ફૂલ લાગે અતિ દૂર.
એકવાર ગાંધીજીના આશ્રમમાં ગાંધીજીને મળવા માટે કોઈ સજ્જન આવ્યા. તેમણે આંગણામાં ઝાડુ મારતાં વ્યકિતને પૂછયું કે, મારે ગાંધીજીને મળવું છે તે ક્યારે મળશે ? તેમણે કહ્યું કે, દસ મિનિટ બેસો, ગાંધીજી તમને જરૃરથી મળશે. દસ મિનિટ પછી ગાંધીજીને મળવા માટે કોઈ સજ્જન આવ્યા. તેમણે આંગણામાં ઝાડુ મારતાં વ્યકિતને પૂછયું કે, મારે ગાંધીજીને મળવું છે તે ક્યારે મળશે ? તેમણે કહ્યું કે, દસ મિનિટ બેસો, ગાંધીજી તમને જરૃરથી મળશે. દસ મિનિટ પછી ગાંધીજી આવ્યા અને પેલા સજ્જને કહ્યું કે, બોલો શું કામ હતું ? મારું ? પેલા સજ્જન તો આવક થઈ ગયા કેમ કે જે વ્યકિત આંગણામાં ઝાડુ મારતી હતી તે જ ગાંધી હતા. સજ્જને માફી માંગી પણ ગાંધી તો ગાંધી હતા. તેમણે કહ્યું કે, એમાં શું ? નાના થવામાં મને કશી નાનમ નથી લાગતી, કામ આશ્રમનું છે, હું આશ્રમમાં રહું છું, મારે કરવું જોઈએ

Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes