અવાજનું રેકોર્ડિંગ કરતા માઇક્રોફોનમાં શું હોય છે ?

માઇક્રોફોન ટચુકડું સાધન છે તે બહારના અવાજને ઝીલીને બીજા સાધનમાં મોકલી શકે છે અને રેકોર્ડિંગ પણ કરી શકે છે. માઇક્રોફોનની રચના સાદી છે. અવાજના મોજાં હવામાં ફેલાય છે અને તેના સંપર્કમાં આવતી ચીજોમાં ધ્રુજારી પેદા કરે છે આ સિદ્ધાંતનો ઉપયોગ તેમાં થાય છે. માઇક્રોફોનમાં કાર્બન, પ્લાસ્ટિક કે સિરામિકનો પાતળો પર્દો હોય છે. આ પર્દા પર અવાજ અથડાય ત્યારે ધ્રુજારી પેદા થાય છે. ધ્રુજારી અવાજના લય અને પ્રમાણમાં હોય છે. આ પર્દા સાથે તાંબાના વાયરની વોઇસ કોઇલ જોડાયેલી હોય છે. પર્દો ધ્રુજે ત્યારે કોઇલ ચક્રાકાર ફરે છે. તેની  આસપાસ મેગ્નેટ હોય છે. મેગ્નેટ વચ્ચે વાયરની કોઇલ ફરે ત્યારે વીજ પ્રવાહ પેદા થાય છે.  આ વીજપ્રવાહ અવાજના પ્રમાણમાં વધઘટ થતી હોય છે એટલે વીજપ્રવાહના પલ્સ રચાય છે. આ વીજપ્રવાહને ઓડિયો સિગ્નલ કહે છે તે વાયર દ્વારા દૂરના સાધન કે સ્પીકર સુધી મોકલી શકાય છે.

Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes