કલર બ્લાઈન્ડ લોકો માટે વડોદરાના વિદ્યાર્થીના પ્રોજેક્ટને ગૂગલ મદદ કરશે

વડોદરાના સર્જક ઠક્કરે વિશ્વસ્તરીય ગુગલ સમર કોડ સ્પર્ધામાં કલર બ્લાઇન્ડસ એટલે કે રંગ અંધતાથી પીડિત લોકો માટે રંગ વૈવિધ્યની પરખ સરળ અને સુગમ બનાવતી ઇમેજ પ્રોસેસીંગ લાયબ્રેરી કરવાનો મુકેલો વિચાર ગૂગલે સ્વીકાર્યો છે, આ વિચારને એક વાયેબલ પ્રોજેક્ટના રૃપમાં સાકાર કરવા ગુગલે સર્જકને ત્રણ મહિનાની મુદત આપી ૨૫૦૦ ડોલર અંદાજે રૃા.૧.૭૫ લાખ) નો રિવોર્ડ આપ્યો છે.
રંગઅંધતાથી પીડિતો માટે રંગ વૈવિદ્યની સરળ પરખ અંગે પ્રોસેસિંગ લાયબ્રેરીનો વિદ્યાર્થીનો વિચાર ગુગલે સ્વીકાર્યો
ગુગલ દ્વારા સમર કોડ સ્પર્ધાનું વૈશ્વિક સ્તરે નિયમિત આયોજન થાય છે. હાલમાં સર્જક ધી પ્રોસેસીંગ ફાઉન્ડેશનના છત્ર હેઠળ પોતાના વિચારને પ્રોજેક્ટમાં સાકાર કરવા પ્રયત્નશીલ છે જેના માટે તેને ૩૦મી ઓગસ્ટ, ૧૭ સુધીની મર્યાદા છે. એડવોકેટ માતા પારૃલ દેસાઇ ઠક્કરનો પુત્ર સર્જક હાલ તામિલનાડુમાં વેલ્લોર ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ભણે છે. કોમ્પ્યુટર એન્જીનિયરીંગના શિક્ષણમાં એક વિષય તરીકે ભણાવાતા ઇમેજ પ્રોસેસીંગનો ઉપયોગ કલર બ્લાઇન્ડસને રંગોની ઓળખ આપવા માટે થઇ શકે કે કેમ તેવી જિજ્ઞાાસામાંથી આ વિચારબીજ રોપાયું છે.
પ્રોસેસીંગ લાયબ્રેરીના માધ્યમથી ઇમેજીસ (આકૃતિ) ઓનું પ્રોસેસીંગ અને રંગોની વિવિધતાની તારવણી કલર બ્લાઇન્ડસ માટે સરળ બનાવવાનો વિચાર હોવાનું સર્જકે જણાવ્યું હતું. આંખની ખામીને લીધે આવા લોકો આકૃતિમાં (ઇમેજ) કેટલાક રંગો પારખી શકતા નથી. વિવિધ પ્રકારના અલગોરીધમ્સની મદદથી આકૃતિના કલર સુધારીને રંગ વિવિધતાની પરખ સરળ બનાવવાનો તેનો આઇડીયા છે.

Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes