પીએમ મોદીના રાજકોટ આગમન સંદર્ભે શહેરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન છે. જેમાં આજે એક સાથે 1500 મૂકબધિરો દ્વારા સાઈન લેંગ્વેજમાં રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ પણ છે. ઓફિશિયલ એટેમ્પ્ટમાં સફળતા મળતાં રાજકોટનું નામ વધુ એક વખત ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. આ કાર્યક્રમ કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો છે.જેમાં ભાગ લેવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મૂકબધિરો આવ્યાં હતાં..આ અગાઉ ચીનમાં આ પ્રકારનો રૅકોર્ડ થયેલો છે,જેમાં 937 મૂકબધિરો જોડાયાં હતાં.
What is Rest in Peace ( RIP ) ?
કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ કરે ...મિત્રો મારે તમને ઍક વાત કરવી છે...
"🙏" *માફી સાથે જરા એક વાત કરું છું* "🙏"
*What is Rest in Peace ( RIP ) ?*
આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે,
વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિી ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને,
*RIP* શબ્દનો અર્થ છે *"Rest in Peace"* *(શાંતિથી આરામ કરો)*,
આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય,
ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ *‘Judgement Day’* કે *"क़यामत का दिन"* આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે,
એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે,
પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે,
શરીર નશ્વર છે એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે,
માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે,
એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે,
મિત્રો, હિંદુ જીવાત્મા માટે *‘શ્રદ્ધાંજલિ’* or *‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય,
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* *“Aatmane Sadgati Prapt Thay”* *(ASPT) લખો તો ચાલે.
(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે) 🙏🏻🙏🏻
*SUCCESS MANTRA*
आज से 5 या 10 साल पहले ऐसी कोई ऐसी जगह नहीं होती थी जहां PCO न हो। फिर जब सब की जेब में मोबाइल फोन आ गया, तो PCO बंद होने लगे.. फिर उन सब PCO वालों ने फोन का recharge बेचना शुरू कर दिया।अब तो रिचार्ज भी ऑन लाइन होने लगा है।
आपने कभी ध्यान दिया है..?
आजकल बाज़ार में हर तीसरी दूकान आजकल मोबाइल फोन की है।
sale, service, recharge , accessories, repair, maintenance की।
अब सब Paytm से हो जाता है.. अब तो लोग रेल का टिकट भी अपने फोन से ही बुक कराने लगे हैं.. अब पैसे का लेनदेन भी बदल रहा है.. Currency Note की जगह पहले Plastic Money ने ली और अब Digital हो गया है लेनदेन।
दुनिया बहुत तेज़ी से बदल रही है.. आँख कान नाक खुले रखिये वरना आप पीछे छूट जायेंगे..।
1998 में Kodak में 1,70,000 कर्मचारी काम करते थे और वो दुनिया का 85% फ़ोटो पेपर बेचते थे..चंद सालों में ही Digital photography ने उनको बाज़ार से बाहर कर दिया.. Kodak दिवालिया हो गयी और उनके सब कर्मचारी सड़क पे आ गए।
आपको अंदाजा है कि आने वाले 10 सालों में दुनिया पूरी तरह बदल जायेगी और आज चलने वाले 70 से 90% उद्योग बंद हो जायेंगे।
चौथी औद्योगिक क्रान्ति में आपका स्वागत है...
Uber सिर्फ एक software है। उनकी अपनी खुद की एक भी Car नहीं इसके बावजूद वो दुनिया की सबसे बड़ी Taxi Company है।
Airbnb दुनिया की सबसे बड़ी Hotel Company है, जब कि उनके पास अपना खुद का एक भी होटल नहीं है।
US में अब युवा वकीलों के लिए कोई काम नहीं बचा है, क्यों कि IBM Watson नामक Software पल भर में ज़्यादा बेहतर Legal Advice दे देता है। अगले 10 साल में US के 90% वकील बेरोजगार हो जायेंगे... जो 10% बचेंगे... वो Super Specialists होंगे।
Watson नामक Software मनुष्य की तुलना में Cancer का Diagnosis 4 गुना ज़्यादा Accuracy से करता है। 2030 तक Computer मनुष्य से ज़्यादा Intelligent हो जाएगा।
2018 तक Driverless Cars सड़कों पे उतरने लगेंगी। 2020 तक ये एक अकेला आविष्कार पूरी दुनिया को बदलने की शुरुआत कर देगा।
अगले 10 सालों में दुनिया भर की सड़कों से 90% cars गायब हो जायेंगी... जो बचेंगी वो या तो Electric Cars होंगी या फिर Hybrid...सडकें खाली होंगी,Petrol की खपत 90% घट जायेगी,सारे अरब देश दिवालिया हो जायेंगे।
आप Uber जैसे एक Software से Car मंगाएंगे और कुछ ही क्षणों में एक Driverless कार आपके दरवाज़े पे खड़ी होगी...उसे यदि आप किसी के साथ शेयर कर लेंगे तो वो ride आपकी Bike से भी सस्ती पड़ेगी।
Cars के Driverless होने के कारण 99% Accidents होने बंद हो जायेंगे.. इस से Car Insurance नामक धन्धा बंद हो जाएगा।
ड्राईवर जैसा कोई रोज़गार धरती पे नहीं बचेगा।जब शहरों और सड़कों से 90% Cars गायब हो जायेंगी, तो Traffic और Parking जैसी समस्याएं स्वतः समाप्त हो जायेंगी...क्योंकि एक कार आज की 20 Cars के बराबर होगी।
*समय के साथ बदलने की तैयारी करो।*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
HMT *(घडी)*
BAJAJ *(स्कूटर)*
DYNORA *(टीवी)*
MURPHY *(रेडियो)*
NOKIA *(मोबाइल)*
RAJDOOT *(बाईक)*
AMBASDO *( कार)*
👉 मित्रों..इन सभी की गुणवक्ता में कोई कमी नहीं थी फिर भी बाजार से बाहर हो गए.!!
कारण...
*समयके साथ बदलाव*
*नहीं किया.!!*
इसलिए...
व्यक्तिको समयानुसार अपने व्यापार एवं अपने
*स्वभावमें भी बदलाव*
करते रहना चाहिएँ.!!
👉 *Update & Upgrade*
*Time to Time.!!*
समयके साथ चलिये और सफलता पाईये ।
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
เชเชชเชฆેเชถ เชชเชી, เชชเชนેเชฒાં เช เชจ્เชจ
એક બૌધ્ધ સંન્યાસીએ એક ભૂખ્યા ભિખારીને દયાધર્મનો ઉપદેશ આપવા માંડયો. પણ એ ભૂખ્યા ભિખારીએ એની વાત પર જરાય ધ્યાન ના આપ્યું. એટલે બૌધ્ધભિક્ષુ નારાજ થઈ ભગવાન બુધ્ધ પાસે ગયો, અભિવાદન કરી કહ્યું ; ભગવન્, આ ગરીબ ભૂખ્યા ભિખારીને ઉપદેશ આપું છું, પણ તે ધ્યાન નથી આપતો. ભગવાન બુધ્ધે હસીને કહ્યું,'ભાઈ, એને અન્નની જરૃર છે. પહેલાં એને ભોજન આપ, પછી ઉપદેશ.' પેલો સંન્યાસી એને ભોજનગૃહમાં લઈ ગયો, અને જમવાનું પીરસ્યું. પછી એ સંન્યાસી પાછો આવી બુધ્ધને પૂછે છે; 'ભગવાન એને જમવા બેસાડયો છે. પણ આપે આમ કેમ કર્યું, મને સમજાયું નહીં.' ભગવાન તથાગત શાંતભાવે બોલ્યા, 'ભાઈ, ભૂખ્યાને ભોજનની જરૃર હોય છે, ઉપદેશની નહીં, એને અન્ન મળશે, એની પેટની આગ શાંત થશે તો એ જરૃર તારી વાત, તારો ઉપદેશ સાંભળશે. અને એનું ધ્યાન પણ તારી વાતમાં હશે, તો જ એ ઉપદેશની અસર એના જીવનમાં ઉતરશે.' માટે ઉપદેશ પછી પહેલાં ભૂખ્યાને અન્નની જરૃર છે. સંન્યાસી આજે ભગવાન પાસેથી સાચો ઉપદેશ પામ્યો હતો.
เชเชฐ્เชคเชต્เชฏ เชชાเชฒเชจ
ઇ.સ.૧૯૦૪ની આ ઘટના છે. એક દિવસ રાત પડવા આવી હતી. અમેરિકાના એક ટાપુની દીવાદાંડીનો રખેવાળ રાત થવા છતાં ઘેર ન આવતાં, એની પત્ની ચિંતા કરતી હતી. એ પતિને શોધવા નીકળી. આગળ જતાં જોયું કે, એક ખડક પર અચાનક મૃત્યુ પામેલા તેના પતિનું શબ પડેલું હતું. તેને ભારે આઘાત લાગ્યો, પણ સામે જોયું તો દીવાદાંડી પર દીવો કરવાનું બાકી હતું. એ સ્ત્રીએ ખુબ ધીરજ રાખી, પતિનો મૃતદેહ દીવાદાંડીની ઓરડીમાં મૂક્યો, અને પોતે દીવાદાંડી પર ચઢી. એનો દીવો કર્યો. પણ હવે તેના કાચ ફરતા રાખવાનો સંચો ચાલુ કરતાં ન આવડયો. એટલે તેણે આખીરાત ત્યાં જ ઊભા રહી, હાથથી દીવાના કાચ ફેરવ્યા કર્યા, જેથી કોઈ વહાણ ખડક સાથે ટકરાય નહીં. એ સ્ત્રીના હૃદયમાં પતિના મૃત્યુનું ભારે દુ:ખ હતું, છતાં પતિવતી પોતે ફરજ બજાવી. જો એમ કર્યું ન હોત તો કેટલાંય વહાણો જોખમમાં આવી પડત. આમ કર્તવ્ય પાલનના સંતોષથી તેનું દુ:ખ ઓછું થયું.
เชฒાเชฒ เชฌเชนાเชฆુเชฐเชจી เชฌเชนાเชฆુเชฐી
એક વખત લખનૌમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ ચાલતી હતી. કોઈપણ ટીમ હારે કે જીતે પણ ત્યારે સ્ટેડિયમના પ્રેક્ષકો ધાંધલ-ધમાલ કરવાના જ હતા તેવી ગણત્રી હતી. એ વખતના રાજ્યના ગૃહપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીએ મેદાનની બાઉન્ડ્રી લાઈનની બહાર, સ્ટેડીયમની જાળી પાસે ગ્રાઉન્ડ પર પોલીસ હવાલદારો ગોઠવી દીધેલા. એ સમયે લખનૌની પોલીસનો યુનિફોર્મ હતો ખાખી ડ્રેસ અને માથે લાલ પાઘડી. શાસ્ત્રીજી તો ખેલદીલ પ્રધાન હતા. પહેલા દિવસની મેચ જોવા સ્ટેડીયમના ઉપરના માળના પેવેલીયનમાં બેસી ગયા હતા. લંચ ટાઈમ વખતે શાસ્ત્રીજી હોલમાં બધા ક્રિકેટરોને મળવા આવ્યા તે વખતે ચાર-પાંચ યુવાનો શાસ્ત્રીજી પાસે આવ્યા અને કહ્યું કે, ''સર, લાલ પાઘડીવાળાને કારણે અમારે મેચ જોવામાં ખલેલ પડે છે.'' શાસ્ત્રીજીએ કહ્યું, 'ભલે, આવતીકાલે લાલ પાઘડી હટી જશે, હું સુચના આપી દઈશ.' બીજા દિવસની મેચ શરૃ થઈ ત્યારે પણ પોલીસ હવાલદારો બાઉન્ડ્રી આસપાસ ગોઠવાઈ ગયા હતા. યુવાનોને આશ્રર્ય થયું. ફરી લંચ વખતે તેઓ શાસ્ત્રીજીને મળ્યા અને કહ્યું કે, 'સાહેબ, હજી હવાલદારો બાઉન્ડ્રી પરથી હઠયા નથી. આપે તો કાલે તેઓને સૂચના આપવાનું કહ્યું હતું.' ત્યારે શાસ્ત્રીજી બોલ્યા કે ''આપણે શું વાત થઈ હતી? લાલ પાઘડી હટી જશે. જુઓ આજે એકેય લાલ પાઘડી પહેરીને આવ્યા નથી. બધા હવાલદાર ખાખી પાઘડી પહેરીને આવ્યા છે.'' શાસ્ત્રીજીની મુત્સદ્દીગીરી અનુભવીને યુવાનો શરમાઈને હસતાં હસતાં ચાલ્યા ગયા. આવા હતા લાલ 'બહાદુર' શાસ્ત્રી જેઓ ભારતના વડાપ્રધાન પણ રહી ચુક્યા હતા.
เช เชฎેเชฐિเชાเชจા เชตિเชถ્เชตเชช્เชฐเชธિเชฆ્เชง เชธ્เชેเช્เชฏૂ เชเชซ เชฒિเชฌเชฐ્เชીเชจું เช เชตเชจเชตું
* સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ફ્રાન્સમાં બનેલું. તેને બનતા નવ વર્ષ લાગ્યા હતા. ઇ.સ.૧૮૮૪માં તે પુરુ થયા બાદ અમેરિકાને ભેટ અપાયેલું. ફ્રાન્સથી ન્યૂયોર્ક જહાજ દ્વારા લઈ જવા માટે તેના ૩૫૦ ભાગને ૨૧૪ બોકસમાં પેક કરાયેલા. * સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જમીનથી મશાલની ટોચ સુધી ૯૩ મીટર ઊંચું છે. * તેની ટોચે મુગટમાં પહોંચવા ૩૫૪ પગથિયાં ચડવા પડે. જો કે લિફટની સગવડ પણ છે. મુગુટમાં ૨૫ બારીઓ છે. * લોખંડ ઉપર તાંબાનો ઢોળ ચઢાવીને બનેલી આ પ્રતિમા હાલમાં લીલા રંગની થઈ ગઈ છે. * ૧૯૦૨ સુધી આ પ્રતિમાનો ઉપયોગ દીવાદાંડી તરીકે થતો હતો.
เชจเชฎ્เชฐเชคા เช เชชાเชตે เชธเชนુเชจે เช เช્เชฐเชคા
આ દુનિયાની અંદર જે માણસ ગુણોથી સભર હોય છે, તે નમ્ર હોય છે. તેથી જ કહેવાયું છે કે, પૂર્ણ પાણીથી ભરેલો ઘડો કદી છલકાતો નથી, જે અધૂરો ઘડો હોય છે તે જ છલકાતો હોય છે. તેમ જે માણસમાં સદ્ગુણો હોય છે તે હંમેશા વિવેક શીલ હોય છે, પોતાની સત્તા કે મોટાઈ દેખાડવા પ્રયત્ન કરતો જ નથી. પરંતુ જેનામાં ઓછી પાત્રતા હોય છે તે જ બીજાને દેખાડવાનો પ્રયત્ન કરતો હોય છે. લોકમાં કહેવાય છે કે, શેઠ કરતાં ચાકર વધારે પાવર કરે. જે માણસો નમ્રતા રાખે છે તે જ માણસ શિખરે પહોંચી શકે છે. તે જ માણસ સૌને પ્રિય બની શકે છે અને સૌનું શ્રેય કરી શકે છે. તેથી જ કહેવાય છે કે, નમે તે સહુ ને ગમે. નમ્રતા માનવીને નમાવે છે. હવામાં ઊંચે ચડવા કરતાં ધરતી પર નીચે ઝૂકવામાં વધુ શાણપણ છે. અહંકાર મારે છે અને નમ્રતા તારે છે. જે મારું મારું કરે છે તે વહેલો મરે છે.
અંગ્રેજી કવિ શેકસપિયર કિંગ લિયરમાં કહે છે કે, જેટલું બતાવો છો તેનાથી વધારે તમારી પાસે હોવું જોઈએ. જેટલું જાણો છો તેનાથી ઓછું તમારે બોલવું જોઈએ. એ આપણી નમ્રતાનાં લક્ષણો છે.
ઇશુ ખ્રિસ્તે કહ્યું છે કે, જે નાનો થશે એને હું મોટો કરીશ. નાના થવામાં નમ્રતા છુપાયેલી છે, જ્યારે મોટા થવામાં અહંકાર છે, જે કોઈ કામનાં નથી.
કબીરજી કહે છે કે,
બડા ભયા તો ક્યા ભયા,
જૈસે પેડ ખજૂર;
પંછી કો છાયા નહીં,
ફૂલ લાગે અતિ દૂર.
એકવાર ગાંધીજીના આશ્રમમાં ગાંધીજીને મળવા માટે કોઈ સજ્જન આવ્યા. તેમણે આંગણામાં ઝાડુ મારતાં વ્યકિતને પૂછયું કે, મારે ગાંધીજીને મળવું છે તે ક્યારે મળશે ? તેમણે કહ્યું કે, દસ મિનિટ બેસો, ગાંધીજી તમને જરૃરથી મળશે. દસ મિનિટ પછી ગાંધીજીને મળવા માટે કોઈ સજ્જન આવ્યા. તેમણે આંગણામાં ઝાડુ મારતાં વ્યકિતને પૂછયું કે, મારે ગાંધીજીને મળવું છે તે ક્યારે મળશે ? તેમણે કહ્યું કે, દસ મિનિટ બેસો, ગાંધીજી તમને જરૃરથી મળશે. દસ મિનિટ પછી ગાંધીજી આવ્યા અને પેલા સજ્જને કહ્યું કે, બોલો શું કામ હતું ? મારું ? પેલા સજ્જન તો આવક થઈ ગયા કેમ કે જે વ્યકિત આંગણામાં ઝાડુ મારતી હતી તે જ ગાંધી હતા. સજ્જને માફી માંગી પણ ગાંધી તો ગાંધી હતા. તેમણે કહ્યું કે, એમાં શું ? નાના થવામાં મને કશી નાનમ નથી લાગતી, કામ આશ્રમનું છે, હું આશ્રમમાં રહું છું, મારે કરવું જોઈએ
เชૃเชค્เชฐિเชฎ เชตเชฐเชธાเชฆ เชેเชตી เชฐીเชคે เชฅાเชฏ ?
દરિયા અને જળાશયોનાં પાણીની વરાળ આકાશમાં જાય, વાદળો બંધાય અને તે ઠંડા પડે ત્યારે વરસાદ થાય. આ જાણીતી વાત છે. પવનને કારણે આકાશમાં ઘૂમતા વાદળો ક્યાં જાય અને કયાં વરસે તે આપણા હાથની વાત નથી. તેની આગાહી થઈ શકે પણ વરસાવી શકાય નહીં. પરિણામે કયાંક ખૂબ જ વરસાદ પડે અને ક્યાંક ન પણ પડે. વરસાદની અછત હોય ત્યારે વિજ્ઞાાનીઓએ કૃત્રિમ વરસાદ લાવવાની પધ્ધતિ શોધી છે. કૃત્રિમ વરસાદ લાવવા માટે આકાશમાં વાદળ હોવા જરૃરી છે. હેલિકોપ્ટર કે વિમાન દ્વારા વાદળો સુધી પહોંચી કેટલાક રસાયણો છાંટી વાદળને ઠંડા કરી વરસાવી શકાય છે. આ રીતને કલાઉડ સિડિંગ કહે છે. તે માટે વાદળમાં સીલ્વર આયોડાઈડ છાંટવામાં આવે છે. સીલ્વર આયોડાઈટ છીણેલા બરફ જેવા ભૂકા સ્વરૃપે હોય છે. કૃત્રિમ વરસાદ વરસાવવા માટે ઘટ્ટ વાદળોને પસંદ કરાય છે. જમીન પરથી સિલ્વર આયોડાઈડ રોકેટમાં ભરી વાદળ તરફ છોડી શકાય છે. જો કે આ રીતમાં હમેશાં સફળતા મળતી નથી અને વરસાદનું પ્રમાણ પણ ઓછું હોય છે .
เช เชตાเชเชจું เชฐેเชોเชฐ્เชกિંเช เชเชฐเชคા เชฎાเชเช્เชฐોเชซોเชจเชฎાં เชถું เชนોเชฏ เชે ?
માઇક્રોફોન ટચુકડું સાધન છે તે બહારના અવાજને ઝીલીને બીજા સાધનમાં મોકલી શકે છે અને રેકોર્ડિંગ પણ કરી શકે છે. માઇક્રોફોનની રચના સાદી છે. અવાજના મોજાં હવામાં ફેલાય છે અને તેના સંપર્કમાં આવતી ચીજોમાં ધ્રુજારી પેદા કરે છે આ સિદ્ધાંતનો ઉપયોગ તેમાં થાય છે. માઇક્રોફોનમાં કાર્બન, પ્લાસ્ટિક કે સિરામિકનો પાતળો પર્દો હોય છે. આ પર્દા પર અવાજ અથડાય ત્યારે ધ્રુજારી પેદા થાય છે. ધ્રુજારી અવાજના લય અને પ્રમાણમાં હોય છે. આ પર્દા સાથે તાંબાના વાયરની વોઇસ કોઇલ જોડાયેલી હોય છે. પર્દો ધ્રુજે ત્યારે કોઇલ ચક્રાકાર ફરે છે. તેની આસપાસ મેગ્નેટ હોય છે. મેગ્નેટ વચ્ચે વાયરની કોઇલ ફરે ત્યારે વીજ પ્રવાહ પેદા થાય છે. આ વીજપ્રવાહ અવાજના પ્રમાણમાં વધઘટ થતી હોય છે એટલે વીજપ્રવાહના પલ્સ રચાય છે. આ વીજપ્રવાહને ઓડિયો સિગ્નલ કહે છે તે વાયર દ્વારા દૂરના સાધન કે સ્પીકર સુધી મોકલી શકાય છે.
เชฎોเชธเชฎ เชตિเชถે เช เชชเชฃ เชાเชฃો
* હવામાન માટે મોસમ શબ્દ આરબ વહાણવટીઓએ પ્રચલિત કરેલો. સોળમી સદીમાં એક આરબ વિજ્ઞાાનીએ હિંદ મહાસાગરનાં કેટલાક ટાપુઓ પર ચોમાસુ ક્યારે ક્યારે બેસે તેનું વિગતવાર વર્ણન કરેલું પુસ્તક લખેલું. * વરસાદ માપવા માટેના સાધનની શોધ બે હજાર વર્ષ પહેલા ભારતમાં થઈ હતી. તે સાધન ૧૮ ઇંચ વ્યાસના બાઉલના આકારનું હતું. આજે વરસાદ માપવા માટે ૨૦ ઇંચ ઊંચાઈનો આઠ ઇંચ વ્યાસનો નળાકાર વપરાય છે. * પવનની દિશા માપવા માટે કેટલાક મકાનો પર ચક્રાકાર ફરતા વેધરવેન હોય છે. તેમાં વચ્ચે કૂકડો બેસાડેલી હોય છે. ઇસુ ખ્રિસ્તના વફાદાર શિષ્ય પિટરે દગો કર્યો ત્યારે કૂકડાએ ત્રણ વખત બાંગ પોકારી ચેતવણી આપેલી તેવી કથા પ્રચલિત છે. ત્યારથી કૂકડો ચેતવણીનું પ્રતીક બન્યો છે. * પૃથ્વીના હવામાન પર અસર કરતું 'અલ-નિનો' જાણીતું પરિબળ છે. તે ડિસેમ્બરમાં સર્જાતું હોવાથી તેને અલ-નિનો એટલેકે ખ્રિસ્તનું બાળક કહે છે. પૃથ્વી પર વર્ષે સરેરાશ ૩૨ ઇંચ વરસાદ પડે છે. સૌથી વધુ આસામના ચેરાપૂંજીમાં ૪૬૭ ઇંચ અને સૌથી ઓછો ચીલીના એટાકામામાં ૦.૦૩ વરસાદ પડે છે.
เชเชฆเชાเชน
બીજાઓએ ત્રણ-ત્રણ, ચાર-ચાર આનાનું ખર્ચ કર્યું હતું, પરંતુ કોઈ ઉપયોગી વસ્તુ ખરીદી ન હતી. હામિદે ત્રણ પૈસામાં રંગ જમાવી દીધો. રમકડાંનો શો ભરોસો, મોડાં-વહેલાં તૂટી જવાનાં છે, પરંતુ હામિદનો ચીપિયો તો વરસો સુધી એવો ને એવો જ રહેશે
જો રમકડું હાથમાંથી પડી જાય તો ટુકડે-ટુકડા થઈ જાય. થોડું પાણી અડકી જાય તો તેનો રંગ ધોવાઈ જાય. આવાં રમકડાંને લઈને તે શું કરે ? બેકારનાં.
રમજાનના પૂરા ત્રીસ રોજાઓ પછી આજે ઈદ આવી છે. કેવું મનોહર, કેવું સુંદર પ્રભાત છે ! આજનો સૂર્ય પણ કેવો વહાલથી, શીતળતાથી દુનિયાને ઈદની વધાઈ આપી રહ્યો છે ! ગામમાં ચોતરફ હલચલ મચી છે ! ઈદગાહ જવાની તૈયારીઓ થઈ રહી છે. કોઈના પહેરણમાં બટન નથી તો તે પાડોશના ઘેર સોય-દોરો લેવા દોડી રહ્યો છે. કોઈનાં જૂતાં કડક થઈ ગયાં છે તો તેમાં તેલ ચોપડવા માટે તે ઘાંચીને ઘેર ભાગી રહ્યો છે. બળદોને ઝટપટ ઘાસ-પાણી નીરી રહ્યાં છે.
ઈદગાહથી પાછાં આવતાં તો બપોર થઈ જશે, ત્રણ કોસનો રસ્તો અને સેંકડો માણસોને હળવા-મળવાનું. બપોર પહેલાં તો પાછા આવવાનું અસંભવ છે. બાળકો સૌથી વધારે પ્રસન્ન છે. કોઈએ એક રોજો કર્યો છે, તે પણ બપોર સુધી જ, તો કોઈએ તો એ પણ કર્યો નથી, પરંતુ ઈદગાહ જવાની ખુશી તો ઓર જ છે. રોજા તો મોટાઓ માટે હશે, બાળકો માટે તો ઈદ છે. રોજ ઈદનું રટણ કરતાં હતાં, તે આજે આવી ગઈ.
ઈદગાહ પહોંચવાની તેને ઉતાવળ આવી હતી. તેમનાં ખિસ્સામાં તો કુબેરનો ભંડાર ભર્યો હતો. તે ખજાનો વારંવાર કાઢે છે ને ગણે છે ને ખુશ થઈને પાછો અંદર મૂકી દે છે. મહમૂદની પાસે બાર પૈસા છે, મોહસિનની પાસે પંદર પૈસા છે. આ અગણિત પૈસામાંથી તેઓ અગણિત વસ્તુઓ - રમકડાં, મીઠાઈ, બ્યુગલ, દડો...વગેરે વગેરે લાવશે.
આ બધામાં સૌથી વધુ પ્રસન્ન છે. હામદિ. ગરીબડો, દુબળો-પાતળો, તેના પિતા ગયે વર્ષે કોલેરામાં મરણ પામ્યા હતા. પછી એક દિવસે તેની મા પણ મૃત્યુ પામી. અત્યારે હામિદ તેની વૃદ્ધ દાદી અમીનાના ખોળામાં સૂએ છે અને બહુ જ ખુશ છે.
હામિદના પગમાં પગરખાં નથી, માથા પર જૂની જીર્ણ ટોપી છે, તેનું ફૂમતું ફિક્કું થઈ ગયું છે, તોપણ તે ખુશ છે. અભાગી અમીના પોતાની ઓરડીમાં બેઠી બેઠી રડી રહી છે. આજે ઈદનો દિવસ અને તેના ઘરમાં અનાજ નથી. આ અંધકાર અને નિરાશામાં તે ડૂબી ગઈ છે. કોણે બોલાવી હતી આ દુષ્ટ ઈદને.
અમીના દુઃખી થઈ રહી છે. ગામનાં બાળકો પોતપોતાના પિતાની સાથે જઈ રહ્યાં છે. હામિદનો પિતા અમીનાના સિવાય બીજો કોણ છે ? તેને એકલાને મેળામાં મોકલતાં અમીનાનું દિલ માનતું નથી. નાનો બાળ ભીડમાં ખોવાઈ જાય તો ? તે ત્રણ કોસ કેવી રીતે ચાલી શકશે ? પગમાં ચાંદાં પડી જશે. પગરખાં પણ નથી. કુલ બે આનાની મૂડી છે. તેમાં ત્રણ પૈસા હામિદના ખિસ્સામાં અને પાંચ પૈસા અમીનાના બટુવામાં છે. આટલી વિસાતમાં ઈદનો તહેવાર કરવાનો, અલ્લાહ બેડો પાર ઉતારે.
હામિદ અંદર જઈને દાદીને કહે છે 'તમે ગભરાશો નહિ અમ્મા, હું સૌથી પહેલાં આવી જઈશ !'
ગામમાંથી મેળો નીકળ્યો. બીજાં બાળકોની સાથે હામિદ પણ જઈ રહ્યો હતો. ક્યારેક બધાં દોડીને આગળ નીકળી જાય છે અને પછી કોઈક વૃક્ષ નીચે ઉભાં રહીને સંગાથીઓની રાહ જુએ છે. હામિદના પગોમાં તો જાણે પાંખો લાગી ગઈ છે. તે થાકતો જ નથી.
મોટી મોટી ઈમારતો આવવા લાગી. આ અદાલત છે, આ કોલેજ છે, આ ક્લબઘર છે. આગળ જતાં મીઠાઈની દુકાનો શરૃ થઈ. આજે તો તે ભરચક્ક હતી. આટલી બધી મીઠાઈઓ કોણ ખાતું હશે ? દરેક દુકાનમાં મણ-મણના ઢગલા હતા.
ત્યાં તો ઈદગાહ દેખાવા લાગી. આમલીનાં ગીચ વૃક્ષોની છાયા છે. નીચે પાકી ફરસ છે, ઉપર જાજમ પાથરેલી છે. રોજેદારોની લાઈનો એકની પાછળ એક દૂર સુધી આવેલી છે. અહીં કોઈ ધન કે પદ જોતું નથી. આ ગ્રામજનોએ પણ વજૂ કર્યું અને પાછળની લાઈનમાં ઊભા રહી ગયા. કેટલું સુંદર સંચાલન છે અને કેટલી સુંદર વ્યવસ્થા છે. હજારો માથાં એકીસાથે સિજદામાં ઝૂકે છે, અને પછી બધાં એકીસાથે ઊભા થાય છે. ભ્રાતૃત્વનું સુંદર દૃશ્ય સર્જાય છે.
નમાજ પૂરી થઈ ગઈ. લોકો એકબીજાને ગળે લગાડી રહ્યા છે. તે પછી મીઠાઈ અને રમકડાંની દુકાનો પર ધસારો થાય છે. આ બાબતમાં ગ્રામજનો બાળકોના જેટલાં જ ઉત્સાહી દેખાય છે. જુઓ, આ હીંડોળો છે. એક પૈસામાં બેસી જાઓ, ને કોઈક વાર આકાશમાં ચડતા ને કોઈક વાર જમીન પર ઊતરતાનો અનુભવ કરો. આ ચકરડી છે. લાકડાના ઘોડા, હાથી ને ઊંટ સળિયા સાથે જડેલા છે.
એક પૈસો આપીને બેસી જાઓ ને પચ્ચીસ ચક્કર મારવાની મજા લૂંટી લો. મહમૂદ, મોહસિન, નૂરે અને સમ્મી ઘોડાઓ અને ઊંટ પર બેસે છે. હામિદ દૂર ઊભો છે. તેની પાસે ત્રણ જ પૈસા છે, તેમાંથી ત્રીજો ભાગ થોડાંક ચક્કર ખાવાના બદલામાં કેવી રીતે ખર્ચી શકે !
બધા ચકરડીમાંથી ઊતરે છે. હવે રમકડાં ખરીદશે. અહીં દુકાનોની લાઈન લાગેલી છે. ભાત-ભાતનાં રમકડાં છે. સિપાઈ અને આહીર સ્ત્રી, રાજા અને વકીલ, ભિશ્તી અને ધોબણ, જાણે કે હમણાં બોલી ઉઠશે. મહમૂદ સિપાઈ ખરીદે છે, ખાખી વરદી અને પાઘડીવાળો, ખભે બંદૂક છે. તે જાણે કે હાલ જ કવાયત પૂરી કરીને આવે છે. મોહસિનને ભિશ્તી ગમી ગયો છે. તેની કમર ઝૂકેલી છે ને ઉપર મશક મૂકેલી છે. મશકનું મુખ એક હાથ વડે પકડેલું છે. કેવો ખુશ છે. કદાચ કોઈક ગીત ગાઈ રહ્યો છે અને મશકમાંથી જાણે કે પાણીને રેડવા માગે છે.
નૂરેને વકીલ ગમે છે. કાળો કોટ, નીચે સફેદ અચકણ, અચકણના ઉપરના ખિસ્સામાં ઘડિયાળ, સોનેરી ચેઈન, એક હાથમાં કાનૂનની પોથી. જાણે કે હાલ જ કોઈ અદાલતમાંથી ચર્ચા કે દલીલો કરીને આવતો હોય તેવો લાગે છે. આ બધામાં રમકડાં બે-બે પૈસાનાં છે.
હામિદની પાસે કુલ ત્રણ પૈસા જ છે, એટલે આવાં મોઘાં રમકડાં તેને ન પોષાય. જો રમકડું હાથમાંથી પડી જાય તો ટુકડે-ટુકડા થઈ જાય. થોડું પાણી અડકી જાય તો તેનો રંગ ધોવાઈ જાય. આવાં રમકડાંને લઈને તે શું કરે ? બેકારનાં.
રમકડાંની પછી મીઠાઈઓ આવે છે. કોઈ રેવડી લે છે, કોઈ ગુલાબજાંબુ તો કોઈ સોહનહલવો લે છે. પછી આનંદથી ખાઈ રહ્યા છે. હામિદ બિરાદરીથી જુદો પડેલો છે. અભાગિયાની પાસે ત્રણ પૈસા તો છે, તો પછી કાંઈક લઈને કેમ ખાતો નથી ? લાલચભરી આંખોથી તે બધાની તરફ જોઈ રહ્યો છે.
મીઠાઈની દુકાનો પછી થોડીક દુકાનો લોખંડની ચીજોની આવે છે. પછી ગિલેટ અને નકલી ઘરેણાંની છે. બાળકોને તેમાં રસ નથી. તેઓ બધા આગળ વધે છે.
હામિદ એકલો લોખંડની દુકાને ઊભો રહે છે. તેમાં ચીપિયા ગોઠવેલા છે. દાદીની પાસે ચીપિયો નથી તે વાત તેને યાદ આવી. તેઓ તવામાંથી રોટલા ઉતારે છે ત્યારે તેમનો હાથ દાઝી જાય છે. જો તે ચીપીયો લઈ જઈને દાદીને આપે તો તેઓ કેવાં ખુશ થઈ જશે. પછી તેમની આંગળીઓ કદી દાઝશે નહિ. ઘરમાં એક ઉપયોગી ચીજ આવી જશે.
રમકડાંમાં તો નકામાં પૈસા બગડે છે. ક્ષણભર આનંદ થાય છે, પછી તો રમકડાં તરફ કોઈ જોતું પણ નથી. કદાચ ઘેર પહોંચતાં પહોંચતાં પણ તૂટી જાય. ચીપિયો તો કેવો ઉપયોગી છે.
રોટલા તવામાંથી ઉતારી શકાય, ચૂલામાં તેમને શેકી શકાય, કોઈ દેવતા માગવા માટે આવે તો ચૂલામાંથી લઈને તે તેને આપી શકાય. અમ્મા બિચારીને તો બજાર જવાની ફુરસદ જ ક્યાં છે ? અને એટલા પૈસા પણ નથી. રોજ તેમના હાથ દાઝી જાય છે.
હામિદના દોસ્તો આગળ નીકળી ગયા છે. પરબ પર બધા શરબત પી રહ્યા છે. જોયું, બધા કેવા લાલચુ છે ? એટલી બધી મીઠાઈ લીધી પણ કોઈએ મને ટુકડો પણ ન આપી. પાછા કહે છે કે મારી સાથે ચાલ અને આ કામ કર ને પેલું કામ કર.
હવે જો કોઈ મને કાંઈ કામ કરવાનું કહેશે તો કહીશ, કે ખાઓ મીઠાઇઓ, તમારું મોં સડી જશે, ગડગૂમડ નીકળશે, જીભ સવાદિયણ થઈ જશે, પછી ઘરમાંથી પૈસા ચોરશો અને માર ખાશો. પુસ્તકમાં જૂઠી વાતો લખેલી નથી. મારી જીભ તો બગડશે નહિ. અમ્મા ચીપિયો જોઈને મારા હાથમાંથી લઈ લેશે ને કહેશે, 'મારો બેટો, અમ્માને માટે ચીપિયો લાવ્યો છે. કેવો સારો છોકરો છે.
આ લોકોનાં રમકડાં જોઈને કોણ તેમને દુવાઓ આપશે ? મોટાંઓની દુવાઓ તો સીધા અલ્લાહના દરબારમાં લઈ જાય છે, અને તરત સાંભળવામાં આવે છે. મારી પાસે પૈસા નથી તો શું થયું ? હું ગરીબ છું, પરંતુ કોઈની પાસે હાથ તો લાંબો કરતો નથી ને ?'
તેણે દુકાનદારને પૂછ્યું, 'આ ચીપિયો કેટલાનો છે ?'
'છ પૈસા થશે.'
હામિદ હતાશ થઈ ગયો. તેમ છતાં બોલ્યો, 'બરાબર લેવાનો ભાવ કહો.'
'છેલ્લો ભાવ પાંચ પૈસા થશે. લેવો હોય તો લે, નહિ તો ચાલવા માંડ.'
હામિદે મન મજબૂત કરીને પૂછ્યું, 'ત્રણ પૈસામાં આપશો ?'એટલું કહીને તે દુકાનદારની ચીડ સાંભળવી ન પડે માટે આગળ ચાલતો થયો. પરંતુ, દુકાનદારે ચિડાવાને બદલે તેને બોલાવીને ચીપિયો આપી દીધો. હામિદે તે ચીપિયો બંદૂક હોય એ રીતે ખભા ઉપર મૂક્યો. પછી શાનથી અકડાતો અકડાતો સાથીદારોની પાસે આવ્યો.
મોહસિને હસીને પૂછ્યું, 'અરે બુદ્ધુ, આ ચીપિયો શા માટે લાવ્યો છે ? એનું શું કરીશ ?'
હામિદે ચીપિયાને જમીન પર પછાડીને કહ્યું, 'જરા મારા ભિશ્તીને અહીં જમીન પર મૂકી જો, પછી જો તેની બધી પાંસળીઓ ચૂર-ચૂર થઈ જાય છે કે નહિુ ?'
મહમૂદે પૂછ્યુ, 'પણ ચીપિયાને રમકડું તો ન કહેવાય ને ?'
હામિદે કહ્યું, 'કેમ રમકડું ન કહેવાય ? ખભે મૂકીએ તો બંદૂક થઈ જાય, હાથમાં પકડીએ તો ફકીરોનો ચીપિયો બની જાય, એનાથી મંજીરાનું કામ પણ લઈ શકાય છે. જો એક જ ચીપિયો મારું ને તો તમારાં બધાં રમકડાંના પ્રાણ નીકળી જાય ! તમારાં રમકડાં દમ લગાવીને પણ મારા ચીપિયાનો વાળ પણ વાંકો કરીશકે તેમ નથી. બહાદુર શેર છે, મારો ચીપિયો, હા !' સમ્મીએ ખંજરી ખરીદી હતી. પ્રભાવિત થઈને તેણે કહ્યું, 'મારી ખંજરીના બદલામાં ચીપિયો બદલવો છે ? પૂરા બે આનાની છે.'
હામિદે ખંજરી તરફ ઉપેક્ષાથી જોઈને કહ્યું, 'અરે, મારો ચીપિયો તો તારી ખંજરીનું પેટ ફાડી શકે છે. તેને ચામડાથી મઢી એટલે ઢમ ઢમ બોલે છે, પણ જો થોડું પાણી ઉપર પડી જાય તો તે ખતમ થઈ જાય. મારો બહાદુર ચીપિયો તો અગ્નિમાં, પાણીમાં, આંધીમાં, તોફાનમાં, બધે જ સામનો કરી શકે છે.'
ચીપિયાએ બધાને મોહિત કરી દીધા, પરંતુ હવે કોઈની પાસે પૈસા વધ્યા ન હતા અને મેળાથી પણ ઘણે દૂર પહોંચી ગયા હતા. તડકો સખત થઈ રહ્યો હતો, બધાને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. મોટાંઓ સાથે જીદ કરવાથી પણ હવે ચીપિયો મળી શકે તેમ ન હતો. હામિદ ચાલાક છે તેથી તેણે પૈસા સાચવી રાખ્યા હતા.
બીજાઓએ ત્રણ-ત્રણ, ચાર-ચાર આનાનું ખર્ચ કર્યું હતું, પરંતુ કોઈ ઉપયોગી વસ્તુ ખરીદી ન હતી. હામિદે ત્રણ પૈસામાં રંગ જમાવી દીધો. રમકડાંનો શો ભરોસો, મોડાં-વહેલાં તૂટી જવાનાં છે, પરંતુ હામિદનો ચીપિયો તો વરસો સુધી એવો ને એવો જ રહેશે.
મોહસિને કહ્યું, 'તારો ચીપિયો જરા આપજે, હું જોઈ લઉં ! તું મારો ભિશ્તી લઈને જોઈ લે.'
મહમૂદ અને નૂરેએ પણ પોતપોતાનાં રમકડાં આપ્યાં.
હામિદને આ શરતો માનવામાં કોઈ વાંધો ન હતો. ચીપિયો વારા પ્રમાણે બધાના હાથમાં ગયો અને રમકડાં વારા પ્રમાણે હામિદના હાથમાં આવ્યાં. રમકડાં ખૂબ જ સુંદર હતાં.
રસ્તામાં મહમૂદને ભૂખ લાગી. તેના પિતાએ કેળાં ખાવા માટે આપ્યાં. મહમૂદે ફક્ત હામિદને જ પોતાનો સાથીદાર બનાવ્યો. તેના બીજા મિત્રો જોતા જ રહી ગયા. આ પેલા ચીપિયાનો પ્રભાવ હતો.
અગિયાર વાગે આખા ગામમાં હલચલ મચી ગઈ. મેળાવાળા પાછાં આવી ગયા હતા. મોહસિનની નાની બહેને દોડીને તેના હાથમાંથી ભિશ્તી લઈ લીધો અને ખુશીમાં ઉછળવા જતાં મિયાં ભિશ્તી નીચે પડીને સુરલોક સિધાવી ગયા.
મિયાં નૂરેના વકીલનો અંત તો એનાથી પણ વધુ ગૌરવપૂર્વક થયો. વકીલ જમીન પર કે તાકામાં તો બેસી શકે નહિ. એમની મર્યાદાનો વિચાર તો કરવો જ પડે. દીવાલમાં બે ખીલીઓ મારીને તેના પર એક પાટિયું ગોઠવવામાં આવ્યું.
પાટિયા પર કાગળનો એક ગાલીચો પાથર્યો. પછી વકીલ સાહેબ રાજા ભોજની જેમ સિંહાસન ઉપર બિરાજમાન થયો. નૂરે તેમને પંખો નાંખવા માંડયો. અદાલતમાં તો ખસની ટટ્ટીઓ કે વીજળીના પંખા હોય છે. અહીં મામૂલી વાંસનો હાથપંખો તો રાખવો પડે ને ! નૂરે હવા નાખવા લાગ્યો. એમાં પંખાની હવાથી કે પંખાના સ્પર્શથી કોણ જાણે કેમ વકીલ સાહેબ સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી ગયા અને તેમનો માટીનો ડગલો માટીમાં ભળી ગયો. પછી તો ખૂબ માતમ સાથે વકીલ સાહેબનું હાડપિંજર ઉકરડામાં પધરાવી દીધું.
હવે મિયાં હામિદના હાલ સાંભળો. અમીના તેનો અવાજ સાંભળીને દોડતી આવી ને તેને ગોદમાં ઉપાડી લીધો ને વહાલ કરવા લાગી. ત્યાં તેના હાથમાં ચીપિયો જોઈને તે ચમકીને પૂછ્યું, 'આ ચીપિયો ક્યાંથી લાવ્યો ?'
'હું ખરીદીને લાવ્યો છું.'
'કેટલા પૈસામાં ?'
'ત્રણ પૈસા આપ્યા.'
અમીના બહુ દુઃખી થઈ ગઈ. આ કેવો અણસમજુ છોકરો છે, બપોર થઈ ગયા છતાં ના કાંઈ ખાધું કે પીધું છે અને લાવ્યો તો શું ? ચીપિયો !
'અરે આખા મેળામાં તને બીજી કોઈ ચીજ ન મળી કે આ લોખંડનો ચીપિયો ઉપાડી લાવ્યો ?'
હામિદે ગુનેગાર હોય એ રીતે કહ્યું, 'તમારી આંગળીઓ તવાથી દાઝી જતી હતી તેથી હું લાવ્યો છું.'
ઘરડી દાદીનો ક્રોધ તરત જ સ્નેહમાં બદલાઈ ગયો. બાળકમાં કેટલો ત્યાગ છે, કેટલો સદભાવ છે, કેટલો વિવેક છે ! બીજાઓને રમકડાં ખરીદતાં જોઈને અને મીઠાઈ ખાતાં જોઈને તેનું મન કેટલું લલચાયું હશે. આટલો કાબૂ તે કેવી રીતે રાખી શક્યો ? અમીનાનું મન ગદ્ગદ થઈ ગયું. તે રડવા લાગી. તે ખોળો પાથરીને હામિદને દુવાઓ દઈ રહી હતી અને તેની આંખોમાંથી તો મોટાં મોટાં આંસુ પડી રહ્યાં હતાં.
મુન્શી પ્રેમચંદની પ્રસિદ્ધ બાળવાર્તા
(અનુ. સાં.જે. પટેલ)
Featured post
เชชિเชคા เชจા เชเชถીเชฐ્เชตાเชฆ
Believe it or Not เชંเชญાเชคเชจા เชตાเชฃિเชฏાเชจી เช เชตાเชค เชે. เช เชฎเชฐเชตા เชชเชก્เชฏો เชค્เชฏાเชฐે เชชોเชคાเชจા เชเชเชจા เชเช เชฆીเชเชฐા เชงเชฐ્เชฎเชชાเชณเชจે เชฌોเชฒાเชตી เชคેเชฃે เชเชน્เชฏું: ‘เชฌેเชા, เชฎાเชฐી เชชાเชธે เชંเช เชงเชจเชฎ...
Most Likes
-
เช เชนેเชตાเชฒ เชฌોเชฐુ เชช્เชฐાเชฅเชฎિเช เชถાเชณા เชคા. เชાเชฒોเชฒ เชી.เชชંเชเชฎเชนાเชฒ เชคા.3/2/2018เชจા เชฐોเช เช เชฎાเชฐી “เชฌોเชฐું เชช્เชฐાเชฅเชฎિเช เชถાเชณા”เชฎાเชฅી เชช્เชฐเชตાเชธเชจું เชเชฏોเชเชจ เชเชฐเชตાเชฎાં เชเชต્เชฏ...
-
เชુเชฌเช เชฎเชાเชจી เชตાเชค เชે! เช เชจે เชเชคાંเชฏે เชે เชંเชชાเชตી เชฎૂเชે เชคેเชตી! เชเช เชถાเชณાเชจા เชเชાเชฐ્เชฏ เช เชตિเชฆાเชฏ เชธเชฎાเชฐંเชญเชจા เชช્เชฐเชตเชเชจ เชฎાં เชเชนેเชฒું เชે, “เชกોเช્เชเชฐ เชคેเชจા เชฌાเชณเชเชจે เชกોเช્เชเชฐ เชฌเชจ...
-
เชถાเชณાเชฎાં เชคા. เซจเซซ-เซฆเซฎ-เซจเซฆเซงเซฎ เชจા เชฐોเช เชฐเช્เชทાเชฌંเชงเชจા เชคเชนેเชตાเชฐเชจી เชเชเชตเชฃી เชเชฐเชตાเชฎાં เชเชตી เชนเชคી เช เชฆિเชตเชธ เชถાเชณાเชฎાં เชตિเชฆ્เชฏાเชฐ્เชฅીเช เช เชจે เชถિเช્เชทเชเชฎિเชค્เชฐો เชฆ્เชตાเชฐા เชคเชนેเชตાเชฐเชจા...