बूरा मत देखो, बूरा मत कहो, बूरा मत सूनो… આ છે કહેવાતા ગાંધીજીના ત્રણ વાંદરાઓની શીખામણ.
આજે 2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીજયંતિ ના દિવસે આપણે ગાંધીજી ને જરૂર થી યાદ કર્યા હશે.ગાંધીજી યાદ આવે એની સાથે સાથે એમના ત્રણ વાંદરા પણ યાદ આવે.આજકાલ આ ત્રણ વાંદરા ઓ ના ફોટા ફેસબુક અને watsup પર વધારે જોવા મળે છે.પણ શું આપ જાણો છો કે ગાંધીજી ના આ ત્રણ વાંદરા ગાંધીજી પાસે કેવી રીતે આવ્યા અને તેની પાછળ નો ઇતિહાસ શુ છે?
ગાંધીજી પાસે દેશ વિદેશથી લોકો સલાહ લેવા માટે આવતા હતા.એક વખત ચીનના કોઈ એક પ્રતિનિધિમંડળ એમને મળવા આવ્યા.વાતચીત પછી એમને ગાંધીજીને ત્રણ વાંદરા આપ્યા અને એમને કહ્યું કે આ બાળક ના રમકડાં થી વધારે નથી પણ અમારા દેશ માં મશહૂર છે.આ રીતે આ ત્રણ વાંદરા ગાંધીજી પાસે આવ્યા અને ગાંધીજીએ આજીવન એમને સાંભળીને રાખ્યા.
આ ઉપરાંત જાપાની સંસ્કૃતિ સાથે પણ આ ત્રણ વાંદરા જોડાયેલા છે. જાપાનના નિક્કો સ્થિત ટોગોશુંની સમાધિ પર પણ આ ત્રણ વાનરો જોવા મળે છે.જે પોસ્ટર માં જોવા મળે છે.કહેવાય છે કે એ સમયે ત્યાં શીંટો સંપ્રદાય ની બોલ બાલા હતી.શીંટો સંપ્રદાયમાં વાનરો ને ખૂબ સન્માન આપવામા આવે છે.આ રીતે ચીન અને જાપાન સાથે વાનરો જોડાયેલા છે.
આ ત્રણ વાનરો ના નામ આ પ્રમાણે છે.
1)મિજારૂ વાનર :-જેને પોતાના હાથ વડે આંખો બંધ કરી છે,જે કહે છે ખરાબ ના જુવો.
2)કિકાજારું વાનર :- જેને પોતાના કાન બંધ કર્યા જે કહે છે કે ખરાબ ના સાંભળો
3)ઇવાજારૂ વાનર :- જેને પોતાના મોઢા ઉપર હાથ મુકેલા છે જે કહે છે ખરાબ બોલશો નહિ.
આપણે પણ આ ત્રણ વાનરો નો સંદેશ આપણા જીવનમાં ઉતારીએ.
#🙈🙉🙊