બાળ સંસદ ૨૦૧૮-૧૯
બાળ સંસદ ની રચના :
બાળપણમાં વિકસીત આદતો મનુષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરે છેજે ઉદ્દેશ્ય ધ્યાને રાખી
બાળ સંસદ ની રચના નીચેના ઉદ્દેશો થી કરવામાં આવી :-
બાળપણમાં વિકસીત આદતો મનુષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરે છેજે ઉદ્દેશ્ય ધ્યાને રાખી
બાળ સંસદ ની રચના નીચેના ઉદ્દેશો થી કરવામાં આવી :-
- બાળકોમાં લોકશાહીના મૂલ્યોનું વિકાસ થાય.
- બાળકોમાં રચનાત્મક નિર્ણય લેવાની ક્ષમતા, સમસ્યાનું વિશ્લેષણ કરીને તેનું સમાધાન શોધવાની ક્ષમતા તથા
- નેતૃત્વના ગુણોનો વિકાસ થાય.
- બાળકો શાળા તથા ગામમાં સ્વચ્છતા, આરોગ્ય, પાણી,પર્યાવરણ,શૌચાલય વગેરે મુદ્દાઓ પર પોતાના વિચારો
- વ્યક્ત કરે અને તેને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરતા થાય.
- બાળકોમાં સ્વયં શિસ્ત, સ્વયં પ્રેરણા તથા જૂથમાં કામ કરવાની ક્ષમતાનો વિકાસ થાય.
તારીખ ૨/૭/૨૦૧૮ ના મુજબ થયેલા જાહેરનામા પ્રમાણે તારીખ ૯/૭/૨૦૧૮ના રોજ પેપર લેસ
( ડિજિટલ) મતદાન યોજવામાં આવ્યું. તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યું.
પરિણામની જાહેરાત બાદ વિભાગવાર મંત્રીમંડળ ની રચના તેમ જ દરેક મંત્રીને માર્ગદર્શન માટે સહાયક શિક્ષક ઉપમંત્રી અને ટુકડીના સભ્યો ની રચના કરવામાં આવી તમામ ટુકડીઓને રોટેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું જેથી શાળાના બધા જ વિદ્યાર્થીઓને બધાં જ ખાતાના કાર્યોનો અનુભવ મળી શકે.
મહામંત્રી :-
- મહામંત્રી : બેલીમ સાનિયા બાનુ મહેબૂબ ખાન
- ઉપ મંત્રી : પરમાર વિરલકુમાર જશવંતભાઈ
- સહાયક શિક્ષક : જોષી ગૌરાંગ કે.
મહામંત્રી ની જવાબદારી :
જે તે ખાતા સંબંધી નિયમિત કાર્ય કરાવવાનું રહેશે.
ખાતાના મંત્રીશ્રીની મુખ્ય જવાબદારી ઉપમંત્રી તથા ટુકડીના
સભ્ય પાસેથી જે તે ખાતા સંબંધી નિયમિત કાર્ય કરવાનું રહેશે.
ખાતાનું નામ : શિક્ષણ
- મંત્રી : પઠાણ ઐયાજમહમદ રફીકમહંમદ
- ઉપમંત્રી : પરમાર ચૈતાલીબેન સોમાભાઈ
- સહાયક શિક્ષક : પી ડી પટેલ
વર્ગખંડમાં ઉપલબ્ધ ટી.એલ.એમ. બાળક સરળતાથી વાપરી શકે તેટલી ઉંચાઈએ ગોઠવણ કરવી.
બાળકો દ્વારા થયેલ ચિત્રો ચીટકકામ છાપકામ નિબંધ પ્રોજેક્ટ વર્ક વગેરે ડિસ્પ્લે બોર્ડ પરથી સામગ્રી દર પંદર દિવસ બદલતા રહેવું. વર્ગ પુસ્તકાલયનું સંચાલન અને નિભાવણી કરવી.
અનિયમિત બાળકોને શાળામાં આવવા પ્રોત્સાહિત કરવા તથા શાળામાં બાળકોની નિયમિતતા વધારવા પ્રયત્નો કરવા.
આચાર્યશ્રી મહામંત્રી શિક્ષકો તથા એસએમસી સભ્યો ના સહકારથી શાળાના બધા બાળકો તેમની કક્ષા અનુરૂપ વાંચન લેખન ગણન શીખે તેનું આયોજન કરવું.
રાજ્ય સરકાર દ્વારા ઉજવાતા ગુણોત્સવ અંતર્ગત શાળાના સ્વમૂલ્યાંકન માં સહભાગી થવું.
ગુણોત્સવ અંતર્ગત શાળાને મળેલ ગ્રેડ સુધારવા માટેનું આયોજન કરવું.
શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવું.
ખાતાનું નામ સાંસ્કૃતિક :-
- મંત્રી : વણકર તૃપ્તિબેન સતિષભાઈ
- ઉપ મંત્રી : બેલીમ મહંમદહુસેન ઇમરાનખાન
- સહાયક શિક્ષક : કાજલબેન એન બારોટ
પ્રાર્થના સભાનું આયોજન કરવું.
પ્રાર્થનામાં ભજન ધૂન બાલગીત યોગ સમાચાર વાંચન ઘડિયા ગાન ક્વિઝ વગેરે
પ્રવૃત્તિઓનું શાળાના તમામ બાળકો સમાયાંતરે ભાગ લઇ શકે તેવું આયોજન કરવું.
પ્રાર્થના સભામાં આજનો દિપક અને આજનું ગુલાબ નું આયોજન કરવું.
સંગીત ના સાધનો ની નિયમિત સફાઈ અને જાળવણી કરવી. વિવિધ ઉત્સવ પ્રજાસત્તાક દિન સ્વાતંત્ર દિન બાલદિન world હેન્ડ વોશ ડે વગેરે મહત્વના દિવસોની ઉજવણી કરવી.
ખાતાનું નામ આરોગ્ય :-
- મંત્રી : પરમાર જીનલબેન જશવંતભાઈ
- ઉપ મંત્રી : સોલંકી દેવરાજ વી.
- સહાયક શિક્ષક : કામિનીબેન બી. પરમાર
શાળાના First Aid Box ની જાળવણી કરવી.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સમયે જરૂરી વ્યવસ્થા ગોઠવવી.
દરેક વર્ગખંડમાં બાળકોની ઊંચાઇ પ્રમાણે અરીસો,કાંસકો, નેલ કટર, હેર ઓઇલ, સોય દોરા ની વ્યવસ્થા કરવી.
રોગચાળાના સમયમાં બીમારીના કારણે બાળકોની ગેરહાજરી અટકાવવા સાવચેતીના પગલા ભરવા.
આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મદદ અને સલાહ લેવી.
બાળકો શૌચાલય કે મુતરડી નો ઉપયોગ કર્યા બાદ સાબુથી હાથ ધોવાની ટેવ પડે તેવું આયોજન કરવું. મધ્યાહન ભોજન જમતા પહેલા તમામ બાળકો સાબુથી હાથ ધુએ તેની ચકાસણી કરવી.
બાળકો ટોઇલેટ આદિ ક્રિયા માટે શૌચાલય તથા મુતરડી નો ઉપયોગ કરે તેવી ટેવો વિકસાવવી.
દરેક બાળક દરરોજ શાળામાં સ્નાન સાફ કપડાં પહેરીને વાળ ઓળીને આવે તે માટે પ્રોત્સાહિત કરવા. દરેક બાળકના હાથ અને પગ ના નખ કાપેલા હોય તેની નિયમિત ચકાસણી કરવી.
બાળકો મધ્યાહન ભોજન જમતા પહેલા સાબુથી હાથ ધુવે તે માટે સામૂહિક હાથ ધોવાની વ્યવસ્થા શિક્ષકો તથા એસ.એમ.સી ના સહકાર થી કરવી.
શૌચાલય ની બહાર અને સામૂહિક આ હાથ ધોવા ની બાજુમાં સાબુ ની વ્યવસ્થા કરવી.
ખાતાનું નામ : સફાઈ
- મંત્રી : બેલીમ કરિશ્માબાનુ નીઝામુદ્દીન
- ઉપમંત્રી : વણઝારા રાકેશભાઈ ભીમાભાઇ
- સહાયક શિક્ષક : સંજયકુમાર વી. પ્રજાપતિ
શાળાનું મેદાન તથા વર્ગખંડની નિયમિત સફાઇ થાય તેમ આયોજન કરવું (લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ,લોબી પ્રાર્થના ખંડ, સાયન્સ લેબ વગેરે)
કુમાર કન્યા, સ્ટાફ શૌચાલયની નિયમિત સફાઈ તેની ચકાસણી કરવી. દરેક વર્ગ ખંડ તથા શાળાના મેદાનમાં કચરાપેટીની વ્યવસ્થા ગોઠવવી
કચરાપેટી નિયમિત ખાલી થાય અને સ્વચ્છ રહે તે જોવું. બાળકો કચરો કચરાપેટીમાં જ નાખે તેવી ટેવો નો વિકાસ કરવો.
સફાઈ ના સાધનો જેવા કે સાવરણો toilet brush ફીનાઇલ સાબુ, પોતા,સુપડી વગેરે સામગ્રી ઉપલબ્ધ કરાવવી.
શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સાધનોની રોજેરોજ સફાઇ કરાવવી.
કચરાના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરાવવી. શાળાના દિવાલ બારી-બારણા પંખા tubelight બલ્બ વગેરે નિયમિત સાફ રહે તેવું આયોજન અને ગોઠવણ કરવી.
ખાતાનું નામ :- રમત ગમત

- મંત્રી : બેલીમ ફૈઝલહુસેન ઈદ્રીશમહમદ
- ઉપ મંત્રી: બેલીમ સમીમબાનુ ફકરુખા
- સહાયક શિક્ષક : સતિષભાઈ પી. ચૌહાણ
મંત્રીમંડળની ભૂમિકા કાર્યો અને ફરજો :
રમતગમત ના નવા અને ખૂટતા સાધનોની ખરીદી કરવી. રમતગમતના સાધનો રમવાના સમયે આપવા તથા પરત લેવા રમવાના સાધનો ની જાળવણી કરવી.
રમતોત્સવના આયોજન અને સંચાલન માં શિક્ષકની મદદ. શનિવારે પી.ટી.ના આયોજન અને અમલ બાબતે શિક્ષકને મદદરૂપ બનવું.
બાળકોને શાળામાં રમત ગમત નો લાભ મળે તેવી ગોઠવણ કરવી.
યોગ શિક્ષણ મા શિક્ષક ને મદદરૂપ બનવું.
ખાતાનું નામ :- મધ્યાહન ભોજન
- મંત્રી : પઠાણ અસ્માબાનુ મયુદીન
- ઉપમંત્રી : બેલીમ તૌફિકખાન મુસ્તુફાખાન
- સહાયક શિક્ષક : પી. એસ. સોલંકી
મધ્યાહન ભોજનના રસોડાની તથા સ્ટોર નિયમિત સ્વચ્છ થાય તેની ચકાસણી કરવી.
સ્ટોર રૂમમાં અનાજની ચકાસણી, જાળવણી અને સફાઈ થાય તે જોવું.
રસોઈમાં વપરાતા તમામ સાધનોની નિયમિત સફાઈ થતી હોય તેની ચકાસણી કરવી.
રસોઈયા રસોઈ કરતા પહેલા સાબુથી હાથ ધોઈને રસોઈ બનાવે તેની ચકાસણી કરવી.
ભોજન પીરસતાં પહેલાં પીરસનાર સાબુથી હાથ ધોઈને પીરસે તેની ચકાસણી કરવી.
ભોજન સ્વચ્છ પાણીથી બને તેમ આયોજન કરવું.
ખૂટતા વાસણોની ખરીદી ની વ્યવસ્થા કરવી.
ખાતાનું નામ :- પર્યાવરણ પર્યટન
મંત્રીમંડળની ભૂમિકા કાર્યો અને ફરજો :
શાળાના બાગ બગીચાની જાળવણી કરવી
વધારાનું ઘાસ કાઢવુ ,કટીંગ કરવું, સમાયાંતરે ખાતર આપવું વગેરે. છોડને સમયસર પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવી.
નવા-નવા અને જુદી જુદી જાતના ફૂલ છોડ વાવવા.
દરેક વનસ્પતિના નામ ના લેબલ લગાવવા.
શાળામાં કિચન ગાર્ડન અને ઔષધિ બાગ બનાવવાની વ્યવસ્થા કરવી. બાગાયાત માટે જરૂરી સાધનો જેવા કે કોદાળી પાવડા દાતરડા વગેરેની ખરીદી ની વ્યવસ્થા અને જાળવણી કરવી.
પ્રવાસનું અસરકારક આયોજન સંચાલન અને વ્યવસ્થા કરવી.
ખાતાનું નામ :- પાણી
- મંત્રી : દિવાન અલ્તાપશા મેમુદશા
- ઉપ મંત્રી : રાઠોડ હિતેશભાઈ દલપતભાઈ
- સહાયક શિક્ષક : કલ્પનાબેન પી પ્રજાપતિ
મંત્રીમંડળની ભૂમિકા કાર્યો અને ફરજો :
વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવું આયોજન કરવું.
પીવા માટે બાળકો ડોયા અને ગ્લાસ નું આયોજન કરે તેવું આયોજન કરવું .તેમજ તેવી ટેવો નો વિકાસ કરવો.
પીવાના પાણી માટે માટલું જગ કે સ્ટીલ ના નળ વાળી કોઠી ની વ્યવસ્થા કરવી
પીવાનું પાણી ગળણી ગાળીને ભરવું. માટલુ જગ ડોયા કોઠી વગેરેની નિયમિત સફાઈ થાય તેવી ગોઠવણ કરવી.
પાણીની ટાંકી તથા ચોકડીની નિયમિત સફાઈ હાય તેમ આયોજન કરવું.
પાણીની ટાંકી હાથ ધોવાની સુવિધા પાસે અથવા ડંકી ની આજુબાજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવી.
શૌચાલય અને મુતરડી માં ક્લીનીંગ અને ફ્લશિંગ માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા ગોઠવવી. શાળામાં હાથ ધોવા સફાઈ માટે મધ્યાહન ભોજન માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળી રહે તેવું આયોજન અને ગોઠવણ કરવી.
પીવાના પાણીની ટાંકી સેનીટેશન યુનિટ તથા હાથ ધોવાની સુવિધાના નળ લીક થતાં હોય તો તેમને તાત્કાલિક રીપેર કરાવવાની વ્યવસ્થા કરવી.
પાણી નો બગાડ અટકાવવો. પાણીના સદુપયોગ માટે વેસ્ટ પાણીનો વૃક્ષારોપણ બાગ બગીચા માં ઉપયોગ કરવો.
બાળકોને નિયમિત સ્વચ્છ પાણી પીવા માટે મળી રહે તેવી ગોઠવણ કરવી.
સહાયક શિક્ષક શ્રી ઓ પોતાના ખાતાના મંત્રીશ્રી, ઉપ મંત્રીશ્રી તેમજ ટુકડીના સભ્યો રોજિંદી અઠવાડિક માસિક કામગીરીની નિયમિત ચકાસણી કરી પત્રકોમાં નોંધ કરાવવાની રહેશે. તેમજ દરેક ખાતાની બેઠક દર માસે યોજી ખાતાના કાર્યોનું મૂલ્યાંકન કરશે.
ઉપરોક્ત ખાતાઓની કામગીરીનું અમલીકરણ સતર્કતા પૂર્વક નિભાવવાનુ રહેશે.
બાળ સંસદ ની ઉપરોક્ત ભૂમિકા અને કાર્ય આયોજન નિયમિત પણે યોજવા અમે પ્રતિજ્ઞા લઈએ છીએ.
via Boru Primary School https://ift.tt/2xfbXbZ