સંપૂર્ણ ભારત દેશમાં હાલમાં ગણપતિ વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે. દસ દિવસની ગણપતિની સ્થાપના કર્યા બાદ અગિયારમાં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. જયારે તમે ગણેશ વિસર્જન કરો ત્યારે તેની પ્રતિમાને ફેકો નહિ પણ પુરા આદર અને સમ્માન સાથે વસ્ત્ર અને સમસ્ત સામગ્રી સાથે ઘીરે ઘીરે નદીમાં વહાવો.
જયારે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે લોકો ‘ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યાં વરસી લવકરીઆ’ ના નારા સાથે બાપ્પાનું વિસર્જન કરે છે. ગણપતિ વિસર્જન કેમ કરવામાં આવે છે એવા ઘણા બધા લોકોનો સવાલ હોય છે. આની પાછળ પણ એક સ્ટોરી પ્રચલિત છે.
વિસર્જન એ ‘સંસ્કૃત’ શબ્દ છે જેનો અર્થ ‘પાણીમાં વિલીન થવું’ એ થાય છે. ગણેશ ઉત્સવની શરૂઆત બાળ ગંગાધર તિલકે ૧૦૦ વર્ષ પહેલા કરી હતી. તેમને અંગ્રેજોની વિરુદ્ધ ભારતીય સેનાને એકજૂથ કરવા માટે આ ઉત્સવનું આયોજન કર્યું હતું. ત્યારપછી આને સંપૂર્ણ રાષ્ટ્રમાં ઉજવવામાં આવ્યો.
બીજી માન્યતા એ છે કે શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થી થી મહાભારતની કથા શ્રી ગણેશને લગાતાર ૧૦ દિવસ સુધી સંભળાવી હતી જેને ગણેશજી એ અક્ષરશ લખી હતી. ૧૦ દિવસ પછી વેદ વ્યાસે જયારે આંખો ખોલી ત્યારે ૧૦ દિવસની મહેનત બાદ ગણેશજીનું તાપમાન વધી ગયું.
ત્યારબાદ વેદ વ્યાસે ગણેશજીને નજીકના તળાવમાં લઈને ઠંડા કર્યા હતા. આજ માન્યતા છે કે ૧૦ દિવસ બાદ તેમને ઠંડા કરવા તેમનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ વિસર્જનના દિવસે અબીલ ગુલાલ સાથે વાજતે ગાજતે બાપની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઉપરાંત ઘરોમાં વિશેષ આરતીઓ પણ કરવાનું અનેરું મહત્વ હોય છે.
જય ગણેશ