ભારત દેશના ૭૩માં સ્વાતંત્ર્ય દિવસ ની પરંપરા મુજબ ઉજવણી આજરોજ બોરુ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 7ના પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થી પરમાર વિરલકુમાર જશવંતભાઈ ના વરદ હસ્તે આજના પ્રસંગે પધારેલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરી ઉજવવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામ પંચાયતના સરપંચશ્રી શકીલભાઇ, ડેપ્યુટી સરપંચ છત્રસિંહ એસ.એમ.સી સભ્યો, ગામના યુવાનો અને વાલીગણ શાળાના આચાર્યશ્રી ગૌરાંગ જોશી એ પ્રસંગને અનુરૂપ બે વાતો કહી "સાચી સ્વતંત્રતા પોતાના લોકોનું રક્ષણ કરવામાં છે. વૃક્ષ પણ આપણા પોતાના છે.તેમની સ્વતંત્રતાની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે."
આવો, આ સ્વતંત્રતા દિવસ અને રક્ષા બંધન પર એક વૃક્ષ વાવવાનો નિયમ લઈ પોતાનું યોગદાન દેશ પર્યાવરણ જાળવણી માટે નોંધાવવા આહ્વાન કર્યું હતું. સરપંચ શ્રી શકીલભાઇ એ પોતાના ઉદબોધનમાં ગ્રામજનોને શાળા આસપાસ અને ગામમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
vatsalyanews.com
કાલોલ તાલુકા ની બોરુ પ્રા.શાળામા ઘોરણ 7 ના આદર્શ વિધાર્થી હાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
https://vatsalyanews.com/Vatsalya/Article/panchmahal/kalol/flagging-program-was-organized-by-the-ideal-student-of-ghor-7-in-boru-prasad-of-kalol-taluka/20198181134
Download Vatsalya News for more
https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews
https://m.facebook.com/story.php?story_fbid=2164289263699755&id=1069775446484481