­

બાળ સંસદની રચના ૨૦૧૮

        બાળકોમા પ્રાથમિક શાળામાંથી જ લોકશાહીના મુલ્યો ખીલે અને શાળાનુ બાળ લક્ષી તમામ સંચાલન બાળકો દ્વારા થાય એ માટે શાળા કક્ષાએ 'બાળ સંસદ'ની રચના કરવામા આવેલ છે. લોકશાહીની ઢબે શાળાના દરેક બાળકના અમુલ્ય મત દ્વારા જુદા જુદા ખાતાઓમા અલગ અલગ સભ્યો ચુંટવામા આવ્યા. શાળા કક્ષાએ બાળ સંસદની ચુંટણી કરવી આમ તો અમારા માટે એક મોટો પડકાર હતો કેમ કે શાળાના બાળકોની સંખ્યા ૨૫૪ની આસપાસ છે એટલે તમામ બાળકો માટે બેલેટપત્ર તૈયાર કરવા અને તેની પ્રિંટ કાઢી પછી મતદાન કરાવવુ અને અંતે એક એક ઉમેદવારની મતની મેન્યુઅલી મતગણતરી કરવી એ ખુબ લાંબી પ્રક્રિયા હતી. પણ અમારી શાળાએ આ માટે ટેકનોલોજીનો સહારો લીધો અને એક પણ પ્રિંટ કર્યા વગર જ આ  પેપર લેસ  ચુંટણીનુ સરસ મજાનુ આયોજન કરવામા આવ્યુ.એટલુ જ નહિ પરંતુ આ ચુંટણીનુ પરિણામ માત્ર એક જ ક્લિક વડે જાહેર કરવામા આવ્યુ. દરેક ખાતા મુજબ અલગ અલગ ઉમેદવારની ઓનલાઇન પધ્ધ્તિથી  બે  મતદાન મથક ના ડીજીટલ બોર્ડ માં   ધોરણ ૧ થી ૮ના તમામ બાળકો  અને  શાળાના તમામ શિક્ષકોએ   મોબાઇલ   ક્લિક કરીને પોતાનો મત જે તે   ઉમેદવારને આપ્યો.   ડિજિટલિંગ શાળાઓ માત્ર ઊર્જા અને કાગળને બચાવી શકશે નહીં, તે શાળા જગ્યામાં કાર્યક્ષમતા અને સંદેશાવ્યવહારમાં પણ વધારો કરશે.
    
 બોરુ પ્રાથમિક શાળામાં બાળ સંસદની રચના ૨૦૧૮       GOOGLE DOC LINK

☝☝☝ આપનો મત અહી નોધો          Date :0૬/0૭/૨૦૧૮

અમારી આ બાળ સંસદની બીજી વિશેષતા એ હતી કે -
             📝અમારી આ આખી ચુંટણી પ્રક્રિયાને facebookના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવી હતી અને  ગ્રામજનો પણ  અમારી આ બાળ સંસદની ચુંટણીમા લાઇવ જોડાયા હતા અને બાળકો સાથે લાઇવ સંવાદ કર્યો હતો.
            📝 ઉમેદવારોએ તેમના ચૂંટણીપ્રચાર facebook, whatsapp,youtube  👈અને એસ.એમ.એસ દ્વારા કર્યો હતો.
          🖥️ ઉમેદવારોએ એક જૂથ અને એક સંપ થઇ દરેક વર્ગખંડમાં સહિયારી રીતે તે જીતે તો નો વિડિયો📽️ પ્રદર્શિત કરી બાળ મતદારોને પોતાને મત આપવા હાર્દિક અપીલ કરી હતી.
         📣 ભારતીય લોકતંત્રની ઝાંખી સ્વરૂપ બાળ સંસદની ચૂંટણીનું આયોજન , જાહેરનામાની પ્રસિદ્ધિ, ઉમેદવારોના ફોર્મ સ્વીકારવા,ઉમેદવારી પરત ખેંચવા તેમજ ફાઇનલ ઉમેદવાર યાદી અને મતદાર યાદી ની પ્રક્રિયા ગુગલ ફોર્મ દ્વારા કરવામાં આવી. 
        🔊 ધોરણ થીના 188 બાળકોએ મતદાન કરતા કુલ ૭૪% મતદાન નોંધાયુ.
        👫૩૬ ઉમેદવારોએ શાળા વ્યવસ્થાપનના સંચાલનના ધ્યેય સાથે ઉમેદવારી નોંધાવી હતી. 
        🙆 ટેકનોલોજી થકી માનવબળ ઓછુ હોવા છતાં ઝડપી અને સારૂ અને ચોક્કસ કામ
         ✌શાળાની વિદ્યાર્થી #વિરલ પરમાર બહુમતિ સાથે  મહામંત્રી તેમજ #belim સાનિયાબાનુ મહેબૂબખાન  સહમંત્રી તરીકે નિયુક્ત થયા.
તેમનાં મંત્રીમંડળને પ્રગતિમય શૈક્ષણિક વર્ષની હાર્દિક શુભેચ્છાઓ...
         આમ ટેકનોલોજીના માધ્યમથી અમારી શાળામા બાળ સંસદની ચુંટણીનુ જે આયોજન થયુ એવુ આયોજન સમગ્ર ગુજરાતમા પ્રથમ વાર થયુ હશે. આભાર તમામ મિત્રોનો જેવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારી શાળાના આ લોકશાહીના પર્વમા જોડાયા.

અહિ નીચે ચિત્રોમા અમારી શાળાના બાળ સંસદમા જોડાયેલ તમામ ઉમેદવારોની યાદી અને જુદા જુદા ખાતામા તમામ ઉમેદવારોને મળેલા મતની વિગત આપવામા આવી છે.

૧- મહામંત્રી 



 ૨- શિક્ષણ મંત્રી 



૩.સાંસ્કૃતિક મંત્રી  

૪.આરોગ્ય મંત્રી  

૫.સફાઇ મંત્રી  

૬.રમત ગમત મંત્રી  

૭.મધ્યાહન ભોજન મંત્રી  

૮. પ્રવાસ પર્યટન મંત્રી 

૯. પાણી  મંત્રી 

અમારી બાળ સંસદની ચુંટણીનો જે તે સમયનો લાઇવ વિડિયો ભાગ-૧  જોવા માટે મોક પોલ

અમારી બાળ સંસદની ચુંટણીનો જે તે સમયનો લાઇવ વિડિયો ભાગ-૨   જોવા માટે અહિ ક્લિક કરો મોક પોલ

Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes