เชถિเช•્เชทเชฃเชฎાં เช…เชธંเชคોเชท เชฎાเชŸે เชถિเช•્เชทเช•ો เช•ેเชŸเชฒા เชœเชตાเชฌเชฆાเชฐ?


કેળવણીના કિનારે : – ડો. અશોક પટેલ

હમણાં કેટલાક સમયથી શિક્ષણ આલમ અને સમાજમાંથી સાંભળવા મળે છે કે, શિક્ષણનું સ્તર સતત નીચું જતું જાય છે. જેની ચર્ચા ચોરે ને ચૌટે સાંભળવા મળે છે. જેમાં તથ્ય પણ છે, પરંતુ આ માટે મોટા ભાગના લોકો શિક્ષકને દોષિત ગણે છે. જે ખોટું છે. શિક્ષણનું સ્તર નીચું જવા પાછળ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પાસું જવાબદાર નથી. તેના ઘણાં કારણો છે, પરંતુ દોષનો ટોપલો માત્ર શિક્ષક પર જ ઢોળવામાં આવે છે. ત્યારે બાપડો બિચારો બનાવી દેવાયેલ શિક્ષક તે સહન પણ કરે જાય છે. ચારે બાજુથી ક્યારેક શિક્ષકને ધમકાવવામાં આવે છે તો ક્યારેક તેને સલાહ પણ આપવામાં આવે છે. વર્ષભર યોજાતી તાલીમો તેનું ઉદાહરણ છે. હમણાં જ ગાંધીનગરમાં એક દિવસીય ચિંતન શિબિર શિક્ષકો માટે યોજાઈ ગઈ. શિબિર કે તાલીમ પછી સાચા અભિપ્રાય ક્યારેય મેળવ્યા નથી. શિક્ષકોને શું જોઈએ છે ? તેમને શેની જરૂર છે તે જાણવાના પ્રયત્ન સિવાય જ તાલીમો કે શિબિરો ગોઠવાય છે. માટે તેને ક્યારેય સફળતા મળી નથી અને આવું ચાલશે તો ભવિષ્યમાં પણ સફળતા નહીં મળે તેની ગેરંટી. આપણું શિક્ષણ કેટલું સરકારવાદી અને અધિકારવાદી બની ગયું છે તેનું એક ઉદાહરણ એ છે કે, એકાદ વર્ષ પહેલાં એક જિલ્લામાં તાલીમ યોજવાની હતી. તે માટે ત્રણ તાલુકામાંથી શિક્ષકોના અભિપ્રાય મેળવ્યા કે, ગત તાલીમમાં તમને શું ગમ્યું કે જે હવે પછીની તાલીમમાં ચાલુ રાખીએ. શું ના ગમ્યું જેથી ભવિષ્યમાં તેનો સમાવેશ ના કરીએ. ઉપરાંત હવે પછીની તાલીમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. આ ત્રણ મુખ્ય પ્રશ્નોના જવાબ શિક્ષકોએ વિચારીને આપેલા. જેના તારણો કાઢયા. સરકારી અધિકારીઓને આપ્યા. પણ દુઃખની વાત એ હતી કે શિક્ષકના સૂચનોને સ્વીકાર્યા નહીં, પણ અધિકારીઓના મનમાં જે વિચારો હતા તે મુજબ જ તાલીમ યોજાઈ. અહીં તો બધા માટે એક જ દવા છે. રોગ ભલે જુદા હોય, બધાને સરખું જ પીરસવાનું અને બધા શિક્ષકોએ એ જ ખાવાનું. પછી ભલે તેને ડાયાબિટીસ કેમ ના હોય ?

સરકારી આંકડા બતાવે છે અને આપણે જાણીએ જ છીએ કે છેલ્લા કેટલાંક વર્ષોથી શાળાઓમાં પ્રવેશીકરણ વધ્યું છે, અપવ્યય અને સ્થગિતતામાં ઘટાડો થયો છે. તો શું આમ બનવા પાછળ શિક્ષકોનો ફાળો નથી ? જો સારું થાય તો પોતે જશ લે અને ખરાબ થાય ત્યાં શિક્ષકોનો દોષ. આ ક્યાંનો ન્યાય કે તારણ ? આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા શિક્ષકોને શિક્ષણ સિવાયના ઘણાં કામ સોંપવામાં આવે છે, કારણ કે સરકારને શિક્ષક પર વિશ્વાસ છે કે, તે કામ કરશે અને ખોટું નહીં જ કરે. ત્યારે પ્રશ્ન થાય કે, જો શિક્ષક શિક્ષણ સિવાયના બહારના કામ પૂરી નિષ્ઠાથી કરતો હોય તો શું તે વર્ગખંડમાં ભણાવવાનું કામ ના કરે ? શા માટે તેની પર દોષ ઢોળીએ છીએ ?

આપણા શિક્ષણની સૌથી મોટી નબળાઈ હોય તો તે એ છે કે, શિક્ષણના નિર્ણયો શિક્ષણ સાથે જેને નાહવા નિચોવવાનો કોઈ સંબંધ નથી તેઓ લે છે. મેડિકલ, કૃષિ, ઈજનેરી, મિકેનિકલ કે અન્ય કોઈ પણ ક્ષેત્ર લો. જેમાં નિર્ણયો જે તે ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ જ લે છે. જ્યારે શિક્ષણમાં ? વિચારો કે, કોઈ બંધબેસતો હોય અને તેનો નિર્ણય એક આઈ.એ.એસ. લે તો ? દર્દીનું ઓપરેશન કેવી રીતે કરવું તેની સલાહ કોઈ આઈ.એ.એસ. આપે તો ? ખેતરમાં શું વાવવું અને ક્યારે વાવવું તેની સલાહ કોઈ આઈ.એ.એસ. આપે તો ? આ પ્રશ્નોમાં આપને કહીશું કે ના ચાલે, પણ શિક્ષણમાં તો એમ જ થાય છે અને પછી નિષ્ફળતા મળે એટલે વાંક શિક્ષકનો. વાહ,.. ભાઈ વાહ… ! હકીકતમાં શિક્ષણના કોઈ પણ નિર્ણય શિક્ષણવિદો અને શિક્ષકો દ્વારા જ લેવાવા જોઈએ. અધિકારીઓનું કામ માત્ર તે માટે સગવડતા ઊભી કરી આપવાનું અને લીધેલા નિર્ણયોનું પાલન કરાવવાનું હોવું જોઈએ. શિક્ષણના કોઈ પણ નિર્ણયમાં જ્યાં સુધી શિક્ષકને ભાગીદાર નહીં બનાવીએ ત્યાં સુધી દુઃખતી નસ નહીં પકડાય. પછી ગમે તેટલા ઈલાજ કરીશું તો નિષ્ફળતા જ મળશે અને હા… નિર્ણય લેવામાં શિક્ષકોને બોલાવવામાં આવે ત્યારે હા.. જી.. હા.. કરનારને ના બોલાવાય. જે શિક્ષકમાં ‘ના’ કહેવાની હિંમત હોય તે જ સાચો છે. તેવા શિક્ષકોને જ બોલાવાય. આપણે ત્યાં જે શાળાનું નબળું પરિણામ આવે તેના શિક્ષકને શિક્ષા કરવાનો રિવાજ પડી ગયો છે. ત્યારે ચેલેન્જ સાથે કહેવાનું મન થાય કે, શિક્ષા કરનાર વ્યક્તિને પણ જો તે શાળાનું પરિણામ સુધારવાનું કામ સોંપવામાં આવે તો તેમના ગજા બહારની વાત છે. હકીકતમાં શાળામાં પરિણામ ઓછું આવવાના કારણો જાણવા જોઈએ. તે કારણો દૂર કરવા માટે જરૂરી તમામ મદદ કરવી જોઈએ. આપણે તો એનાથી ઊંધું કરીએ છીએ. નબળી શાળાને જરૂર છે તેટલું આપતાં નથી, ઉપરથી શિક્ષા કરીએ છીએ. જ્યારે સારી શાળા કે જેને જરૂર નથી તેને ના માગે તો પણ આપે જઈએ છીએ. ભાઈ, જરૂર નબળાને હોય, સબળાને નહીં, પણ શિક્ષામાં માનનારા આપણે આપણી જાતને ખરા અર્થમાં સુધારાવાદી માની બેઠા છીએ.

ગુણોત્સવ પૂર્વે કેટલાક શિક્ષકો સાથે ચર્ચા થયેલ. જાણવા મળેલું કે કેટલાક શિક્ષકો રાત દિવસ એક કરીને પોતાના ગજવામાંથી પૈસા કાઢીને કામ કરતા હતા ! ગુણોત્સવ વાસી ઉત્તરાયણના બીજા દિવસે હતો. એ દિવસોમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળે તે સ્વાભાવિક છે. ત્યારે શિક્ષકોએ પોતાના પૈસે પતંગ-દોરી લાવીને વિદ્યાર્થીઓને વાસી ઉત્તરાયણ શાળામાં જ કરવી હતી. જેથી બીજા દિવસે હાજરી પૂરેપૂરી રહે ! પણ આવી અપેક્ષા બારે માસ શિક્ષકો પાસે રાખવી યોગ્ય નથી અને જો રાખવી જ હોય તો સરકાર અને સમાજે શિક્ષકોને સગવડતા અને પ્રોત્સાહન પૂરા પાડવા જોઈએ.

હા, સમાજમાં વ્યાપેલી બદીઓની અસર કેટલાક શિક્ષકોને થઈ છે, પણ એના માટે શિક્ષક આલમને દોષિત ગણવી યોગ્ય નથી. રાજકારણમાં કોઈ ભ્રષ્ટાચાર કે ગુંડાગર્દી કરે તેનો અર્થ એવો નથી કે બધા જ રાજકારણી ખરાબ છે. કોઈ ડોક્ટર દર્દીને છેતરીને પૈસા કમાય તો તેનો અર્થ એવો નથી કે બધા ડોક્ટર ખરાબ છે. પોલીસ સ્ટેશનમાં બળાત્કાર થાય તો તેનો અર્થ એવો નથી કે બધા જ પોલીસ સ્ટેશનમાં એવું થાય છે. તો શિક્ષકોમાં પણ અપવાદરૂપ ઘટનાને કારણે તમામ શિક્ષકોને દોષિત ગણીને કાર્યક્રમો કે પગલાં લેવા તે પણ યોગ્ય નથી.

શિક્ષણનું સ્તર નીચું જવા પાછળ શિક્ષકો ઉપરાંત સરકાર, સમાજ, વાલી, અધિકારીઓ, સંચાલકો કે કેળવણી મંડળો વગેરે પણ એટલા જ જવાબદાર છે. કોઈ એક પાસાંને ટાર્ગેટ કરીને શિક્ષણ સુધારણાના કાર્યક્રમો કરીશું તો તે થીગડાં માર્યા બરાબર થશે. જેમાં અંતે નિષ્ફળતા જ મળશે. સરકાર અને સમાજના સહિયારા પુરુષાર્થની જરૂર છે. જેમાં શિક્ષકોને સહભાગી બનાવી તેમના સલાહ-સૂચનો લઈને જ આગળ વધવું પડે. બાકી ઓફિસોમાં બેસીને નિર્ણયો લેવાથી સમય, સત્તા અને સંપત્તિનો બગાડ જ થશે....

31 เชช્เชฐเชถ્เชจો เชฎેเชณા เชตિเชถે

31 પ્રશ્નો મેળા વિશે
🎯1.કુંભમેળો   👉-નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
🎯૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
🎯૩. તરણેતર નો મેળો   👉- ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
🎯૪. ભવનાથનો મેળો   👉– મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.
🎯૫. વૌઠાનો મેળો   👉– કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
🎯૬. માધ મેળો   👉– અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
🎯૭. જ્વાળામુખીનો મેળો 👉– કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.
🎯૮. સોનપુર નો પશુમેળો 👉– ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.
🎯૯. જાનકીમેળો 👉–મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
🎯૧૦. ગાયચારણ નો મેળો 👉– મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
🎯૧૧. રામદેવજીનો મેળો   👉– રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉– મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૧૩. કૈલાસ મેળો  👉 – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉–મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
🎯૧૫. ગંગાસર મેળો   👉– પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.                    🎯H€M@N$HU🎯
🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.
🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉– મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૧૮. વૈશાલીનો મેળો   👉– બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉– ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.
🎯૨૦. મહાવીરહીનો મેળો  👉– રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉– રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.
🎯૨૨. રથ મેળો   👉– ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.
🎯૨૩. કુલુનો મેળો    👉– હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
🎯૨૪. રેણુકાજીનો મેળો   👉– હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉 –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
🎯૨૬. શામળાજીનો મેળો 👉–ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.
🎯૨૭. અંબાજી નો મેળો    👉 – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.
🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
🎯૨૯. ઝંડા મેળો   👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.
🎯૩૦. દદરીનો મેળો  👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.

เช…เชถાંเชคિเชจું เช•ાเชฐเชฃ

ગુગલના સી.ઈ.ઓ. સુંદર પીચાઈ એ કહેલ કોકરોચની વાર્તા વાંચવા જેવી છે ...! 👌
-------------------

સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ, જોઈન કર્યું અને ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા ...! 👍

ગુગલના CEO, સુંદર પીચાઈ એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદો)ની વાર્તા ...!

તેમણે કહેલ વાર્તા ...! ગુજરાતીમાં રજુ કરવાનો પ્રયત્ન કરૂ છું ...!

એક વખત એક રેસ્ટોરન્ટમાં એક કોકરોચ ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડયું ...,
એ મહિલા ડરી ગઈ અને બૂમો પાડવા લાગી ...,
તે એકદમ ગભરાઈ ગઈ અને કોકરોચને દુર કરવા પ્રયાસ કરવા લાગી ...,
ઘણી કૂદા-કૂદ કર્યા પછી એ કોકરોચ દૂર થયુ ...,
પણ,
એ કોકરોચ ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયું ...,
હવે તે મહિલા પણ બચાવ માટે બૂમો પાડવા લાગી ...,
એક વેઈટર એ કોકરોચને દુર કરવા માટે આગળ વધ્યો એટલામાં એ કોકરોચ વેઈટર ઉપર પડયું ...;

વેઈટરે ખૂબ જ શાંતીથી પોતાના શર્ટ ઉપર રહેલ કોકરોચનું અવલોકન કર્યું,
અને ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ...!

હું કોફી પીતા-પીતા આ મનોરંજન જોઈ રહ્યો હતો.
ત્યારે મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે ...,
શું ખરેખર, આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને અશાંતિ માટે તે કોકરોચ જવાબદાર હતુ ?
અને જો એમ જ હોય તો વેઈટર અશાંત કેમ ન થયો ? એણે ખૂબ જ શાંતિથી કોકરોચને દુર કર્યું ...!

મહિલાઓની અશાંતિનું કારણ ...,
કોકરોચ નહીં, પણ કોકરોચથી બચવાની અક્ષમતા જ એમની અશાંતિનું સાચું કારણ હતુ ...!

મેં અનુભવ્યું કે,
મારા પિતાજી કે ... મારા બોસે આપેલ ઠપકો,
મારી અશાંતિનું કારણ ન હતું ...!
પણ, એ ઠપકાને સમજવાની અને,
એ સમસ્યાનો રસ્તો કાઢવાનું ...,
“સામર્થ્ય મારામાં નહીં હોવું” એ જ મારી અશાંતિનું કારણ હતું ...!

મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં,
પરંતુ તે ટ્રાફિક જામની સ્થિતીને હેન્ડલ કરવાની મારી અસમર્થતા જ મારી અશાંતિનું કારણ છે.

મિત્રો,
આપણાં જીવનમાં અશાંતિનું કારણ ...,
સમસ્યાઓ નહીં, પણ એ સમસ્યાઓ પ્રત્યે આપણો વ્યવહાર હોય છે ...!

เชฎાં เชฎાเชŸે

એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકતું હતું જેના પર માર્કરથી લખ્યું હતું :

*ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બિમાર છે, મારે થોડી-થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે, જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી ફળ તોલીને ખુણામાં પડેલા પથ્થર નીચે પૈસા મુકી દેશો. સાથે જ મુલ્ય પણ લખેલું છે.*

*અને જો તમારી પાસે પૈસા ના હોય તો મારી તરફથી લઇ લેજો. અનુમતિ છે.*

મેં આમ તેમ જોયું.બાજુમાં પડેલું ત્રાજવું લઇને બે કિલો સફરજન અને એક ડઝન કેળા લીધા,બેગમાં નાખ્યા, ભાવ પત્રકમાં ભાવ જોયો, પૈસા કાઢીને પથ્થર ઉપાડ્યો, ત્યાં સો, પચાસ અને દસ- દસની નોટ પડી હતી. મેં પણ પૈસા ત્યાં મુકી દીધા. બેગ ઉપાડી ને ઘરે આવી ગયો.જમ્યા પછી મારી પત્ની અને હું ફરતા -ફરતા ત્યાંથી નીકળ્યા તો જોયું કે જર્જરિત આધેડ વયનો વ્યક્તિ મેલા કુર્તા પાયજામો પહેરીને લારી લઈને બસ જવાનાં જ હતા. એણે અમને જોઇને સ્મિત આપ્યું અને બોલ્યા,

“સાહેબ ! ફળ તો ખતમ થઇ ગયા. મેં એમ જ વાત શરૂ કરવાના ઈરાદાથી પૂછ્યું, એમણે કહ્યું પણ મેં સાંભળ્યું ના સાંભળ્યું કરી ને કુતુહલવશ લારી પર લટકાવેલ બોર્ડ વિશે જાણવા પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું, “ પાછલા ત્રણ વર્ષથી માં પથારીમાં છે, થોડી પાગલ જેવી છે અને હવે તો એને લકવો પણ થઇ ગયો છે. મારી કોઈ સંતાન નથી, પત્ની સ્વર્ગવાસી થઇ ગઈ છે. હવે ફક્ત છીએ હું અને માં. માં ની દેખરેખ કરવાવાળું કોઈ નથી એટલે મારે દર વખતે માંનું ધ્યાન રાખવું પડે છે.

એક દિવસ મેં માં નાં પગ દબાવતી વખતે બહુ નરમાશથી કહ્યું, “ માં! તારી સેવા કરવાનું બહુ મન થાય છે. પણ ખિસ્સું ખાલી છે અને તું મને રૂમની બહાર નીકળવા નથી દેતી. તું જ કહે હું શું કરું? હવે આકાશમાંથી તો જમવાનું ઉતરશે નહિ.

આ સાંભળી માં ઢીલું ઢીલું હસી અને હાસ્ય સાથે હાંફતા કાંપતા ઉભા થવાની કોશિશ કરી. મેં તકિયાનો ટેક લગાવ્યો. માં એ કરચલી વાળો ચહેરો ઉંચો કર્યો, પોતાના કમજોર હાથોથી નમસ્કારની મુદ્રા માં હાથ જોડ્યા અને ભગવાનને બડબડ કરીને ના જાણે શું વાત કરી, પછી બોલી …….

“તું લારી ત્યાં મુકીને આવ, આપણા ભાગ્યનું આપણને આ રૂમમાં બેઠા બેઠા મળી જશે.”

મેં કીધું, “માં શું વાત કરે છે. ત્યાં મુકીને આવીશ તો ચોર – મવાલી કઈક લઇ જશે. આજકાલ કોણ કોની મજબૂરી સમજે છે? અને માલિક વગર કોણ ફળ ખરીદવા આવશે?”
માં કહેવા લાગી, “તું સવારે ભગવાનનું નામ લઈને ફળોની લારી ભરીને મુકી આવ અને રોજ સાંજે ખાલી લારી લઇ આવ, બસ. મારી સાથે જીભાજોડી નાં કર. મને મારા ભગવાન પર ભરોસો છે. જો તારું નુકશાન થાય તો મને કહેશે.

અઢી વર્ષ થયા સાહેબ … સવારે લારી મુકીને આવું છું અને સાંજે લઇ આવું છું. લોકો પૈસા મુકી જાય છે, ફળ લઇ જાય છે. એક ફળ ઉપર નીચે નથી થતું પરંતુ કોઈક તો વધારે મુકી જાય છે. ક્યારેક કોઈ માં માટે ફૂલ મુકી જાય છે ક્યારેક કોઈક બીજી વસ્તુ. પરમદિવસે જ એક દિકરી પુલાવ મુકી ગઈ અને સાથે એક ચિટ્ઠી પણ હતી – *“માં માટે”*

એક ડોક્ટર સાહેબ પોતાનું કાર્ડ મુકી ગયા, પાછળ લખ્યું હતું.. માંની તબિયત નાજુક હોય તો કોલ કરી લેજો, હું આવી જઈશ,

*_આ મારી માંની સેવાનું ફળ છે કે મારી માંની દુઆની શક્તિ, હું નથી જાણતો._*

_નાં મારી માં મને એની પાસેથી ખસવા દે છે નાં મારો ભગવાન મારો વિશ્વાસ ડગવા દે છે. માં કહે છે તારા ફળ દેવદૂતો વેચાવી દે છે. ખબર નહિ.. માં ભોળી છે અથવા હું અજ્ઞાની._

*હું તો એટલું જ સમજી શક્યો કે આપણે માં બાપ ની સેવા કરીએ તો ઈશ્વર આપણને સફળ બનાવવા માટે અગ્રેસર થઇ જાય છે.*

આ કહીને ચાલ્યા કરે અને હું ત્યાં જ ઉભો રહી ગયો. અવાક….. પણ શ્રદ્ધાથી તરબોળ…

Featured post

เชชિเชคા เชจા เช†เชถીเชฐ્เชตાเชฆ

Believe it or Not เช–ંเชญાเชคเชจા เชตાเชฃિเชฏાเชจી เช† เชตાเชค เช›ે. เช เชฎเชฐเชตા เชชเชก્เชฏો เชค્เชฏાเชฐે เชชોเชคાเชจા เชเช•เชจા เชเช• เชฆીเช•เชฐા เชงเชฐ્เชฎเชชાเชณเชจે เชฌોเชฒાเชตી เชคેเชฃે เช•เชน્เชฏું: ‘เชฌેเชŸા, เชฎાเชฐી เชชાเชธે เช•ંเชˆ เชงเชจเชฎ...

Most Likes